• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*R.T.E. ACT હેઠળ ૧૧ એપ્રિલ સુઘી ફોર્મ ભરી શકાશે*

પાત્રતા ધરાવતા વાલીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે

ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.   RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ માટે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

મોરબી જિલ્લાની તમામ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે તા.૧૧/૦૪/ર૦૨૨ સુઘીમાં https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઇન કરેલ અરજી સાથે જરૂરી આધારો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તેમજ જરૂરી આધાર પુરાવાઓની વિગત વેબસાઈટ ઓનલાઈન પર જોઈ શકાશે.

 

વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીમાં દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહિ.

 

પ્રવેશ પાત્રતા માટે વાલીની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/-તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/-ની મર્યાદા જાહેર કરેલ છે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીઓએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. વધુ વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા, કયા અધિકારીઓના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો https://rte.orpgujarat.com વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે આયોજન કરાયું*

editor

*પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની મહેનત રંગ લાવી બ્રાન્ચ કેનાલોમાં આવ્યા નર્મદા નીર*

Hello Morbi

*HELLO MORBI: ૧૭ જાન્યુઆરીના રોજ માળીયા(મીં) ખાતેઔદ્યોગિક ભરતીમેળો*

editor

Leave a Comment