• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સી.આર.સી. પીઠડ દ્વારા એક પાત્ર અભિનય અને વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

 

જોડિયા તાલુકાના સી.આર.સી પીઠડ દ્વારા સી.આર.સી.કક્ષાએ એકપાત્ર અભિનય સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાએ આવવા આતુર વિદ્યાર્થી, કોરોના વિશે, હું એક વૃક્ષ છું અથવા તમને ગમતો કોઈપણ એક પાત્ર અભિનય મુદ્દા ઉપર તેને એક પાત્ર અભિનય રજૂ કરવાનો હતો. જેમાં સી.આર.સી પીઠડની 10 શાળામાંથી 109 બાળકોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં બાળક એકપાત્ર અભિનય કરતા હોય તેવો વિડિયો ઉતારીને શાળા કક્ષાએ ઓનલાઇનના માધ્યમથી પહોંચાડવામાં આવ્યો હતો. શાળા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનારનો વિડીયો સી.આર.સી.કક્ષાએ ઓનલાઇનના માધ્યમથી પહોંચાડવામાં આવ્યો હતો.

 

સી.આર.સી.કક્ષાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નો મુખ્ય ઉદ્દેશ કોરોના વિશે બાળકોમાં જાગૃતિ આવે, બાળકો ની વ્યક્તિત્વનો વિકાસ અને કોશલ્ય વિકાસ નો હતો.

 

બાળકોમાં સ્વતંત્ર લેખન અને વિચાર શ્રેણી વધે તે માટે સી.આર.સી પીઠડ દ્વારા સ્વતંત્ર વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પોતાની રીતે કોઈ નવી જ વાર્તા નું નિર્માણ કરવાનું હતું. અહીં પણ શાળા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનારની વાર્તા સી.આર.સી.કક્ષાએ પહોંચાડવામાં આવી હતી અને તે તમામ બાળકોને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ સી.આર.સી પીઠડના સીઆરસી કો-ઓર્ડીનેટર વિરડા અજયકુમાર અને પીઠડ તાલુકા શાળાના આચાર્ય જીનેશભાઈ દ્વારા બાળકોને ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો…..

 

Related posts

*મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જતા બજાણીયા પરિવારોએ થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ‘કૃતજ્ઞતા દિવસ’નું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડા માં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગો ની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલ ના ડો. સત્યજીસિંહ જાડેજા*

editor

Leave a Comment