• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકીય ક્ષેત્રમાં મુસ્લિમ સમાજ ને મળવું જોઈએ વસ્તી પ્રમાણમાં પ્રતિનિધિત્વ : ઈમ્તિયાઝ પઠાણ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*ગુજરાતમાં મુસ્લિમ સમાજની વસ્તી ૧૦ થી ૧૨ ટકા હોય વિધાનસભામાં ૨૦ જેટલા ધારાસભ્યો ચૂંટાવા જોઈએ*

 

*જિસ કી જીત ની સંખ્યા ભારી ઉસકી ઈતની ભાગીદારી*

 

*તમામ આપસી મતભેદો અને પક્ષાપક્ષી નું રાજકારણ છોડી સમગ્ર મુસ્લિમ સમાજે અસ્તિત્વ ટકાવવા માટે એક થવાનો આ સમય*

 

*મુસ્લિમ એકતા મંચ દ્વારા 20 ધારાસભ્યોના લક્ષ્યાંક સાથે આગામી મહિનાથી શરૂ થશે બિનરાજકીય મહા અભિયાન*

 

લોકતંત્રમાં દરેક સમાજને યોગ્ય અને પુરતું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય તો જ લોકશાહીનું હાર્દ બચી શકે આ મુદ્દાને લઈને ગુજરાત રાજ્યમાં મુસ્લિમ સમાજને રાજકીય ક્ષેત્રમાં પૂરુંતુ પ્રતિનિધિત્વ મળે તે હેતુથી મુસ્લિમ એકતા મંચ દ્વારા આગામી મહિનાથી બિનરાજકીય મહા અભિયાન શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. મુસ્લિમ એકતા મંચના કન્વિનર ઈમ્તિયાઝ પઠાણ દ્વારા આ બાબતે પાઠવવામાં આવેલ અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં ૧૦ થી ૧૨ ટકાની વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજનો રાજકીય ક્ષેત્રમાં થી પાછલા વર્ષોમાં છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. પોતાના નિહિત સ્વાર્થમાં રમમાણ મુસ્લિમ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની બેકાળજી અને હુંસાતુસી ના કારણે વિશાળ વસ્તી ધરાવતો મુસ્લીમ સમાજ વિધાનસભામાં પોતાનું પ્રતિનિધિત્વ બિલકુલ ગુમાવી દેવાની કગાર પર આવીને ઊભો છે. જે ગુજરાત વિધાનસભામાં ભૂતકાળમાં બે આંકડામાં મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાતા ત્યાં હવે માત્ર બે- ત્રણ ધારાસભ્યો ચૂંટાય છે. ગુજરાતના તમામ મુખ્ય રાજકીય પક્ષો મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપતાં નથી તેનું કારણ કેટલાક એવા તત્વો છે જે રૂપિયા ખાતર પોતાના શક્તિશાળી મુસ્લિમ ભાઈ સામે ઉમેદવારી કરી તેના મત તોડી નાંખવાનું કામ કરે છે,આગામી ચૂંટણીમાં આવા તત્વોને રૂક જાઉં કહી અને સમગ્ર મુસ્લિમ સમાજને એક તાંતણે બાંધી સમાજને પોતાની વસ્તી મુજબનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય તે દિશામાં મુસ્લિમ એકતા મંચ બિનરાજકીય સ્વરૂપે એક મહા અભિયાન હાથ ધરશે. મુસ્લિમ એકતા મંચના મહા અભિયાનમાં મુસ્લિમ સમાજના તમામ ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોને એક સાથે રાખી તેનું સંકલન સાધી ને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતી ૨૦ બેઠકો પર તમામ લોકોને સાથે રાખી ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સબકા સાથ સબકા વિકાસ એ સૂત્ર આજે નામનું રહ્યું છે ત્યારે ખરેખર વિકાસની પ્રક્રિયામાં સામેલ થવા મુસ્લિમ સમાજે દરેક રાજકીય પક્ષો પાસે પોતાના પૂરતું પ્રતિનિધિત્વ ની માંગ કરવી જોઈએ અને જે રાજકીય પક્ષ સમાજે નક્કી કરેલી બેઠક પર મુસ્લિમ સમાજના વ્યક્તિને ટિકિટ આપે તેનું સમર્થન કરવું જોઈએ. દરેક સામાજીક, ધાર્મિક અને રાજકીય આગેવાનો આપસી મતભેદો અને પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને મુસ્લિમ સમાજના અસ્તિત્વને બચાવવા સાથે આવે તેવી અપીલ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા કરવામાં આવી છે. આગામી મહિનાથી જિસ કી જીત ની સંખ્યા ભારી ઉસકી ઉતની ભાગીદારી” આ સૂત્ર મુજબ મુસ્લિમ સમાજના ધારાસભ્યોના લક્ષ્યાંક સાથે ઇમ્તિયાઝ પઠાણ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે જઇને મહા અભિયાન અંતર્ગત સમાજના લોકો સાથે સીધો સંવાદ કરશે એવું તેઓએ આ તકે જણાવ્યું હતું.

 

Related posts

*HELLO MORBI:મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા લખધીરવાસ ચોક માં ધામધૂમ થી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે*

editor

*મોરબી માળિયા વિસ્તાર ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ વિધાનસભા માં મોરબી વિશે શુ કહુ જાણવા જેવું*

editor

*HELLO MORBI:અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં 33 જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ નો શુભારંભ*

editor

Leave a Comment