• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો શુક્રવાર તા ૨૨ ૪ ૨૦૨૨ ના રોજ આયોજન કરેલ છે અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા : ટંકારામાં તારીખ 22 ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાશે . ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તારીખ 18 /4 /22 થી 22/ 4/ 2022 દરમિયાન દરેક તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયેલ છે. જે અંતર્ગત તારીખ 22/ 4/ 2022 શુક્રવારના રોજ ટંકારામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાયેલ છે.

તેમાં જુદા જુદા તબીબો તજજ્ઞો દવા સારવાર તેમજ રેફરન્સ સેવાઓ પૂરી પાડશે આરોગ્યલક્ષી શિક્ષણ અપાશે.

મોરબી જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ પદે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ વહીવટીતંત્ર સાથે સંકલન માં રહીને આરોગ્ય અધિકારી મોરબી દ્વારા ટંકારા તાલુકામાં ,તાલુકા કક્ષાનો આરોગ્ય સેવા સેતુ યોજાશે.

આ આરોગ્ય મેળાનો વધુમાં વધુ લાભ લેવા ટંકારા તાલુકા વહીવટી તંત્ર, મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા, તાલુકા વિકાસ અધિકારી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધ્યક્ષ દ્વારા ટંકારા તાલુકા ના લોકોને લાભ લેવા નમ્ર અપીલ કરાયેલ છે .

Related posts

*મોરબીને જીઆઇડીસી ફાળવવાના સરકારના નિર્ણયને આવકારતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખ ભાઈ પટેલ*

Hello Morbi

*હડીયાણા ના કુમારી શિવાની અગ્રાવત એ પ્રથમ વખત કર્યું મતદાન*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન*

editor

Leave a Comment