• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુનાહિત પ્રવૃત્તિ પર થશે કડક કાર્યવાહી – એસ.પી. ગીર સોમનાથ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*ઈદની ઉજવણી શાંતિપુર્ણ માહોલમાં કરાઈ તે બદલ ફૂલહાર અને સાલ થી કરાયો આભાર.*

 

આજ રોજ પ્રભાસ પાટણ તથા આસપાસ ગામના મુસ્લિમ સમાજના આગેવાનો એ એસ. પી. મનોહરસિંહ જાડેજા સાહેબ ની શુભેચ્છા મુલાકાત લઈ ઈદની ઉજવણી શાંતિપુર્ણ માહોલમાં કરાઈ તે બદલ સમસ્ત મુસ્લિમ સમાજ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

 

ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, અસામાજિક તત્વો પર અંકુશ રહે, અને ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખી શકાય તેમજ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર થતી વિવાદિત ટિપ્પણીઓ પર નજર રહે તે હેતુથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાં નેતૃત્વમાં ટુંક જ સમયમાં એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે જેમાં નાગરિક સોશ્યલ સાઇટ્સ મારફત પોલીસ ને જાણ કરી શકશે.

 

કાયદો, સુરક્ષા અને શાંતિ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરનાર ગીર સોમનાથ જિલ્લા પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી ને બિરદાવી, મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એસ.પી. સાહેબનો ફૂલહાર થી સન્માન કરાયું હતું જેમાં યુસુફ પટેલ પાકિઝા ( પ્રમુખ શ્રી પટની જમાત પ્રભાસ પાટણ), આશીફ ભાઈ મુન્શી ( પ્રમુખ શ્રી મુન્શી સમાજ ), બસિર ભાઈ ગોહેલ ( સામાજિક કાર્યકર), સલીમ ભાઈ પંજા ( ઉપ પ્રમુખ પટની જમાત પ્ર.પાટણ), અબ્દુલ ભાઈ પટેલ ( પ્રમુખ કાજલી મુસ્લિમ સમાજ ), મોલાના જાવિદ પટેલ ( પ્રમુખ મુસ્લિમ સમાજ – ગોવિંદપુરા ), ફારુક ભાઈ કાલવાણીયા ( પ્રતિનિધિ – વે.પા.નગરપાલિકા ), કાસમ ભાઈ પટેલ ( પ્રમુખ મન્સૂરી સમાજ – પ્ર.પાટણ ), શાકિબ ભાઈ સુમરા ( હોટલ શુભ સુવિધા ), ઈશાભાઈ ( સામાજિક કાર્યકર ) તેમજ મહીડા મોહમ્મદ સઈદ ( પત્રકાર MIM ન્યુઝ ) ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

*HELLO MORBI: ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ નુ કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

Hello Morbi

ભારતે કોરોનાની રસીના 160 કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવ્યું, આ ત્રણ કંપનીઓ સાથે કર્યા કરાર

Hello Morbi

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર જયંતિભાઈ પટેલે કર્યુ મતદાન* 

Hello Morbi

Leave a Comment