• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની ૨૭મી વર્ષગાંઠ ની ઉજવણી કરતા જ્યોત્સનાબેન કાંતિભાઈ પટેલ*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની ૨૭મી વર્ષગાંઠ ની ઉજવણી કરતા જ્યોત્સનાબેન કાંતિભાઈ પટેલ*

*લગ્ન ની ૨૭મી વર્ષગાંઠ ની પ્રેરક ઉજવણી કરતો મોરબી નો સંઘાણી પરિવાર.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના જ્યોત્સનાબેન કાંતિભાઈ સંઘાણી તથા કાંતિભાઈ સંઘાણી દ્વારા તેમના લગ્નજીવન ની ૨૭મી વર્ષગાંઠ ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે જ્યોત્સનાબેન સંઘાણી, કાંતિભાઈ સંઘાણી, યેશા સંઘાણી, અનમોલ સંઘાણી સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના સંઘાણી પરિવારે લગ્ન ની વર્ષગાંઠ નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

*રાજકોટ પધારેલ પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ કરેલ કાર્યો બદલ પીઠ થાબડી કરી પ્રસનસા*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાયા.*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર નો 23 મો પાટોત્સવ ભક્તિભાવ થી ધામધૂમથી ઉજવાયો*

editor

Leave a Comment