• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુસ્લિમ સમાજની એકતાની મિશાલ કાયમ કરતું મુસ્લિમ એકતા મંચ : શનીવારે રાજકોટ માં ભવ્ય સંમેલન યોજાશે*

 

*મુસ્લિમ એકતા મંચનાં અઘ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણની રાહબરી હેઠળ આયોજન*

 

*એક બનો નેક બનો ના નાદ સાથે રાજકોટ સહિત અનેક જિલ્લા તાલુકાના કાર્યકરો જોડાશે.*

 

 

લઘુમતી સમાજના વંચિત વર્ગો ના હક્કો માટે જનજાગૃતિ ચળવળ ચલાવતી અગ્રણી સામાજિક સંસ્થા મુસ્લિમ એકતા મંચ નાં નેજા હેઠળ આગામી ૨૧/૦૫/૨૦૨૨ શનિવારના રોજ બપોરે ૨.૦૦ કલાકે રાજકોટનાં અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે એક વિશાળ એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મુસ્લિમ એકતા મંચ નાં અઘ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ ની રાહબરી હેઠળ યોજાય રહેલા આ સંમેલનમાં અગામી વિધાનસભા ચૂંટણી ને લઇને મુસ્લીમ સમાજ ના પૂરતા પ્રતિનિધીત્વ નાં નિર્ધાર સાથે પરિણામલક્ષી રૂપરેખા ઘડી કાઢવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્ય માં કાર્યક્ષેત્ર ધરાવતી અગ્રણી સંસ્થા મુસ્લિમ એકતા મંચ દ્વારા યોજાનારા આ એકતા સંમેલનને લઇને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મુસ્લિમ બિરાદરોને શનિવાર નાં રોજ યોજાનાર આ ઐતિહાસિક સંમેલનમાં ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે. રાજ્યમાં મુસ્લિમ સમાજને સંગઠિત કરવાનું એલાન કરી ચૂકેલા ઇમ્તિયાઝ પઠાણની આગેવાનીમાં આ સંમેલન યોજવા જઇ રહ્યું છે ત્યારે કાર્યકરો દ્વારા તેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આગામી કાર્યકર્તા સંમેલનને લઈને મોમીન ભાઈઓમાં અદમ્ય ઉત્સાહ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે તથા આ એકતા સંમેલન મુસ્લિમ સમાજ માટે નવા ઈતિહાસનું સર્જન કરશે તેવું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે. મુસ્લિમ સમાજ એક બની આવનારી ચૂંટણી ને ધ્યાનમાં રાખી ચોકકસ રણનીતિ ઘડી કાઢે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. લોકહિત અને કોઈપણ પદની લાલસા વગર સમાજ ની ખિદમત કરવા ઇચ્છતા લોકોને મોબાઇલ નંબર 9624065000 પર સંપર્ક કરવા ઇમ્તિયાઝ પઠાણ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

 

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

Related posts

*પડધરીમાં સૌ પ્રથમ કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું**અહેવાલ કોશિક કોટક*.

Hello Morbi

*HELLO MORBI:માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:વાંકાનેર:સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા આજે વાંકાનેર સ્ટેશન પોરબંદર-સંતરાગાછી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી જેમાં પત્રકાર એસોસિએશન મોરબી ની ઉપસ્થિતિ રહી*

editor

Leave a Comment