• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૬ તથા રોકડ રકમ રૂ.૧૫,૩૨૦ સાથે પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી કોડીનાર પોલીસ ટીમ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી.બી.બાંભણીયા સાહેબ વેરાવળ વિભાગ -વેરાવળ નાઓ દ્વારા પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ,ગઇ કાલ તા.૩૦/૦૬/૨૦૨૨ ના રોજ કોડીનાર પો.સ્ટે. ડી-સ્ટાફ ઇન્ચાર્જ પો.હેડ કોન્સ. ડી.ડી.બારડ તથા એ.એસ.આઇ. વી.વી.પરમાર તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ અરજનભાઇ તથા પો.કોન્સ. જગદીશભાઇ રામસીંગભાઇ તથા દિનેશભાઇ કાનાભાઇ તથા કૃપાલસિંહ અતુલસિંહ તથા નંદિશભાઇ જેસીગભાઇ એ રીતે પોલીસ સ્ટાફ ખા.વા.મો.સા.ઓમા ક.૧૮/૦૦ વાગ્યાથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા ક.૧૮/૩૦ વાગ્યે છારા ગામે ઝાંપામા આવતા પો.કોન્સ દિનેશભાઇ કાનાભાઇ તથા જગદીશભાઇ રામસીંગભાઇ તથા નંદિશભાઇ જેસીગભાઇ નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે છારા ગામમાં ગામના વચ્ચે હોળી ખાડાની બાજુમાં અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વળી હાર જીતનો જુગાર રમે છે તેવી હકીકત મળતા તુરતજ બે પંચોને બોલાવી પંચોને બાતમી હકીકતથી વાકેફ કરી પંચો સાથે ખા.વા.મો.સા.ઓમાં. બાતમી હકીકત વાળી જગ્યાએ આવતા જાહેરમાં બ્લોક ઉપર અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોય જેથી તેઓને ચારેય બાજુથી કોર્ડન કરી જેમના તેમ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 

આરોપીઓ

(૧). બીજલભાઇ પુજાભાઇ ચુડાસમા રહે.છારા કાદિ વિસ્તાર તા.કોડીનાર

(૨) મહેશભાઇ કાનાભાઇ ચુડાસમા રહે.છારા રામાપીર મંદિરની બાજુમાં તા.કોડીનાર (૩). જેઠાભાઇ દેગણભાઇ ચુડાસમા રહે.છારા રબારી શેરી તા.કોડીનાર

(૪). ધીરૂભાઇ કરશનભાઇ ચુડાસમા રહે.છારા કાદિ વિસ્તાર તા.કોડીનાર

(૫). જીવાભાઇ દેવાતભાઇ ચુડાસમા રહે.છારા ચોરા શેરી તા.કોડીનાર (૬). વિનેશ ઉર્ફે અનીલ કાનાભાઇ ચુડાસમા રહે.છારા રામાપીર મંદિરની બાજુમાં તા.કોડીનાર

વાળાઓ હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.૧૫૩૨૦ /- તથા ગંજીપત્તાના પાના સાથે મળી આવતા કોડીનાર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૨૨૨૦૭૮૮ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:શ્રી જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાયો*

editor

*HELLO MORBI:વિદેશ ઉચ્ચ અભ્યાસર્થે જતી ડીસાની કાજલ માધવાણીને પૂજ્ય જલારામ બાપાના ભજન થકી શુભેચ્છાઓ પાઠવવામાં આવી*

editor

*HELLO MORBI:વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર પંકજ રાણસરીયાએ કર્યુ મતદાન* 

Hello Morbi

Leave a Comment