• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે ડીસા જલારામ મંદિરે કરવામાં આવી શાનદાર ઉજવણી*

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 15 ઓગસ્ટના ઐતિહાસિક દિવસે ડીસા જલારામ મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી જલારામ ભકતોએ સાંજે એકત્રિત થઈ ઢોલ-શરણાઈના નાદ સાથે ગરબે રમ્યા હતા.

ભારતીય પરંપરાના પહેરવેશ મુજબ ભાઈઓ લેંઘા-ઝભ્ભામાં તેમજ બહેનોએ સાડી પહેરીને 75 દંપતીઓએ પૂજ્ય જલારામ બાપાની સામૂહિક મહાઆરતી કરી ભારત દેશની પ્રગતિ તેમજ સુખાકારી માટે પૂજ્ય જલારામ બાપા તેમજ પૂજ્ય વીરબાઈ મા ને દિવ્ય પ્રાર્થના કરી હતી.

આ અવસરે ટેટોડા ગૌશાળાના પૂજ્ય રામરતનજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.જલારામ ભકતો સર્વ શારદાબેન આચાર્ય, ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર, આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉડેચા,કમલેશભાઈ રાચ્છ,દેવચંદભાઈ એન.ઠકકર, બળદેવભાઈ રાયકા,ગફુલભાઈ દેસાઈ, ઈશ્ર્વરભાઈ રાવળ,મનોજભાઈ ચૌહાણ, કનુભાઈ તૃપ્તિવાળા,આર.ડી.ઠકકર, નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,તારાચંદભાઈ મજેઠીયા,વિષ્ણુભાઈ ઠક્કર, લાલાભાઈ ઠકકર, પિયુષભાઈ અખાણી,પ્રકાશભાઈ ઠકકર સહિત સૌએ કાર્યક્રમની સફળતા માટે નિષ્ઠાપૂર્વક સહકાર આપ્યો હતો.સૌ માટે કઢી-ખીચડી તેમજ કેળાંના પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં હાજરી આપનાર સૌએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જબલપુર પ્રાથમિક શાળામાં ‘𝐀𝐈 𝐅𝐨𝐫 𝐘𝐨𝐮𝐭𝐡’ વર્કશોપ યોજાયોધોરણ 𝟔 થી 𝟖 ના 𝟏𝟎𝟒 વિદ્યાર્થીઓએ 𝐀𝐈 ટેકનોલોજીનો જાત અનુભવ મેળવ્યો*

editor

*HELLO MORBI:315 મા ગુરૂવારે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના માધ્યમથી ભજનોની જામી રમઝટ*

editor

*HELLO MORBI: રઘુવંશી યુવક મંડળના સરસ્વતી સન્માન સમારોહ માટે તા ૧૪ સુધીમાં ફોર્મ ભરી જવા આયોજકો દ્વારા અપીલ*

editor

Leave a Comment