• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા કક્ષાનો સવત્રંત્પવૅ ની ઉજવણી કરવામાં આવી*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા: ટંકારા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આ વર્ષે 76 માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ઉત્સાહ પૂર્વક કરાયેલ.

સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમ માં મામલતદાર કે.જી.સખીયા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી કરાયેલ.,76 માં સ્વાતંત્ર્ય દિનની શુભેચછાઓ પાઠવેલ અને પ્રાસંગિક ઉદબોધન કરેલ.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા , તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુભાઈ કામરીયા, કિરીટભાઈ અંદરપા, ભુપતભાઈ ગોધાણી, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ના આચાર્ય રામદેવજી, ટંકારા ગામના સરપંચ ગોરધનભાઈ ખોખાણી, કલ્યાણપર ગામના માજી સરપંચ દિનેશભાઈ વાઘરીયા, કલ્યાણપર ગામના હાલના સરપંચ ભાવેશભાઈ ગજેરા તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્વાતંત્ર્યદિન ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમમાં સ્વાગત ગીત, ડંબેલ્સ , પિરામિડ કલ્યાણપર પ્રાથમિક શાળાના બાળકોએ પ્રસ્તુત કર્યા હતા, નાસા વિદ્યાલય ટંકારાની બહેનોએ દેશભક્તિ પેરોડી ડાન્સ તથા જબલપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બહેનોએ દેશભક્તિ ડાન્સ, તો વળી કલ્યાણપર ગામની B. Sc. અભ્યાસ કરતી બહેનોએ દેશભક્તિ ગીત પ્રસ્તુત કર્યું હતું , કલ્યાણપુર ગામના ગૌશાળાના લાભાર્થે કામ કરતા યુવકોએ સુંદર મજાનો રાસ પ્રસ્તુત કર્યો હતો, કાર્યક્રમ દરમિયાન કલ્યાણપર ગામના સરપંચશ્રી ગીતાબેન ભાવેશભાઈ ગજેરાને સમગ્ર ગામના વિકાસ કાર્યો માટે રૂપિયા પાંચ લાખનો ચેક મામલતદાર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો

આ ઉપરાંત વિરમગામ મીનાબેન, પટેલ કલ્પેશભાઈ, પીપળીયા જીવતીબેન, કમલેશભાઈ સીણોજીયા, ગોસ્વામી જલ્પાબેન, મનીપરા વાત્સલ્ય ભાઈને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર મામલતદાર અને ટીડીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.

Related posts

*HELLO MORBI: આગામી ૨૬મી એ મોરબી ખાતે તાલુકા કક્ષાનોઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાલમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાઈ ગયો*

editor

*જામનગર પૂનમબેન માડમ દ્વારા દાતાઓના સહયોગથી આમરણ પીએચસી સેન્ટર એમ્બ્યુલન્સ જનરેટર અને લોહી તપાસ નુ મશીન સુપ્રત કરાયું*

Hello Morbi

Leave a Comment