• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કોંગ્રેસ મેનીફેસટો કમીટીની બેઠક મળી*

આજ રોજ તા. ૨૧-૮-૨૦૨૨ ને રવિવારના રોજ મોરબી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીની મીટીંગ મળી હતી. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તથા ગુજરાત પ્રદેશ કોન્ગ્રેશ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ ,બોલો સરકાર, એટલે કે લોકશાહીમાં તો જનતા જ માલિક અને જનતા જ સરકાર છે. તે મુજબ ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના સીનીયર પ્રભારી શ્રી અશોક ગહેલોતજી દ્વારા લોન્ચ કરવામાં આવેલ કાર્યકમ “બોલો સરકાર” દ્વારા લોકોની વચ્ચે જઈને, લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે ,કોંગ્રેસ પોતાનો મેનીફેસ્ટો, લોકો દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નોને ,તેમાં સમાવેશ કરીને, તેનેજ પોતાના મેનીફેસ્ટો બનાવવા માટે ચાલુ કરેલ કાર્યકર્મ અંતર્ગત, મોરબી જીલ્લા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મેનીફેસ્ટો કમિટીના મુખ્ય કન્વીનર તરીકે શ્રી દીપક બાબરિયાસાહેબ દ્વારા શ્રી ડો.લખમણ ભાઈ કંઝારિયાની નિમણુક કરેલ છે. તેમ જ રાજકોટ ડીવીજનના કન્વીનર તરીકે શ્રી. કાન્તિલાલ ડી. બાવરવા ની નિમણુક કરેલ છે.

 

તેથી આજ રોજ મોરબી જીલ્લા મેનીફેસ્ટો કમિટીના સભ્યો દ્વારા શ્રી જયંતીભાઈ જે. પટેલની અધ્યક્ષતામાં શ્રી. કાન્તિલાલ ડી. બાવરવાની તેમ જ ડો.લખમણભાઈ કંઝારિયા ની હાજરીમાં આગામી યોજાનાર બોલો સરકાર કાર્યકર્મ નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

 

આ કાર્યકમમાં સૌરાષ્ટ્રના પ્રભારી શ્રી રામકિશન ઓઝાસાહેબ તેમ જ પ્રદેશ ના આગેવાનો નો હાજરી આપનાર છે. તો આ કાર્યકર્મમાં કોંગ્રેસ દરેક કાર્યકર તેમ જ જીલ્લા – પ્રદેશના આગેવાનો, તેમ જ જાહેર જનતા ને હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.

આ મીટીંગમાં નીચેના આગેવાનો હાજર રહેલ હતા , અમુભાઈ હુંબલ, ભાવેશભાઈ સાવરિયા , મહેન્દ્રસિંહ ઝાલા , કે.ડી. પડ્સુમ્બીયા, ભુપેન્દ્રભાઈ ગોધાણી, હનીફભાઈ પાયક, જશુભાઈ ગોહેલ, અરવિંદભાઈ અમાંબલીયા , મહમદભાઈ કડીવાર, જીતુંભાઈ ગોસરા , રામ ભાઈ રબારી, રાજુભાઈ કાવર, દુષ્યંતકુમાર ભૂત , મહેશભાઈ રાજ્યગુરુ . 

 

 

લી.

ડો.લખમણભાઈ એમ. કંઝારિયા

કન્વીનરશ્રી.

મોરબી જીલ્લા મેનીફેસ્ટો કમિટી

Related posts

*મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્રત માતાની પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત્ત બેંક કર્મચારી લખમણભાઇ ધરમશીભાઈ ઝાલરીયા*

editor

*મોરબીમાં ચૂંટણી પહેલા જ “આપ”માં ભંગાણ મહેશ રાજ્યગુરુ સહિતના સહિતના કોંગ્રેસમાં જોડાયા*

Hello Morbi

Leave a Comment