• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટના પદગ્રહણ સમારંભ યોજાયો*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

વેરાવળ હોટલ પાર્ક ખાતે ગીર સોમનાથ જિલ્લા માઈનોરીટી ડિપાર્ટમેન્ટના હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી અધ્યક્ષ જનાબ ઈમ્તિયાઝ અલી કાદરીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલું આ સમારંભમાં જિલ્લા કારોબારી સમિતિ ના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, જિલ્લાના દરેક શહેરના પ્રમુખો અને તાલુકાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવેલ

આ કાર્યક્રમમાં દરેક વક્તાઓએ આવી રહેલ આગામી ગુજરાત ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના દરેક ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી આ ભુખ ભ્રષ્ટાચાર, મોંઘવારી, અને દરેક સમાજને લડાવી અને રાજ કરતી આ ભાજપ ની સરકારને ગુજરાતમાંથી ઉખેડી કોંગ્રેસની સરકાર બને તેવા પ્રયત્નો કરવા અપીલ કરેલ હતી, કોંગ્રેસની વિચારધારા હંમેશા દેશના દરેક નાના-મોટા સમાજ ના નાગરિકોને સાથે લઈને ચાલવાની નીતી રહેલી છે, હાલમાં ગુજરાતમાં હાર ભારી ગયેલી ભાજપ ની સરકારે કોંગ્રેસને હરાવવા માટે ગુજરાત મા ભાજપની બી ટીમ ને પણ આગામી ચૂંટણીમાં ઉતારેલ છે, વક્તાઓએ એ પણ જણાવેલ કે કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર તરીકે કોઈપણ ઉમેદવારો જાહેર કરવામાં આવે સૌ એ અંદરોઅંદર ના મતભેદો ભૂલીને એક્તા સાથે કોંગ્રેસ પક્ષ ના દરેક ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરેલ, તેમણે એ પણ જણાવેલ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા હંમેશા SC,ST, OBC અને લધુમતી સમુદાય ના લોકો ના કલ્યાણ માટે હંમેશા અગ્રેસર રહેલ છે અને સમાજના કચડાયેલા દરેક વર્ગને સાથે લઈને ચાલે છે આ કાર્યક્રમ માં ધારાસભ્યો શ્રી ભગવાન ભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા, મોહનભાઈ વાળા, જયકર ભાઈ ચોટાઈ, નુસરતભાઈ પંજા, ફારૂકભાઈ પેરેડાઇઝ, ઈકબાલભાઈ મકલાઈ, કરસનભાઈ બારડ, સંગીતાબેન ચાંડપા, અનવરભાઈ ચોહાણ, ફારૂકભાઈ સોરઠીયા, ગુલામ ખાન, મુસાભાઇ વાકોટ, હારૂનનભાઈ ગોહિલ, ફારૂક કાલવાણીયા, સલીમ સોડાવાલા, આહમદ ઐબાની, અફઝલ પંજા, હારૂનભાઇ ડાભલા, ફારૂક બુઢિયા, હનીફભાઇ કાલવાત, ઈસ્માઈલભાઈ સુમરા, શફીભાઈ દલાલ, ઈકબાલભાઈ મુકામી, કાસમભાઈ મન્સુરી તેમજ વિશાળ સંખ્યામાં લઘુમતી આગેવાનો જુદી જુદી સમાજના પ્રમુખ અને કોંગ્રેસ ના હોદ્દેદારો ઉપસ્થિત રહેલા

આ કાર્યક્રમને સફળ બનાવવામા ગીર સોમનાથ જિલ્લા માઈનોરિટીના ચેરમેન હારૂનભાઇ મોઠીયા, તેમજ તેમની ટીમના મજીદભાઈ ચાવડા, મહેમુદભાઈ કામળા, સાહિલ ભાઈ શેખુ, યાસિનભાઈ ભાદરકા, આતિફભાઈ કબીરાણી, તસલીમભાઈ કાજી, રૂખસાનાબેન કાઝી, ડો.મુમતાઝ સાયાણી, સુમૈયાબેન પાલખી વાલા, સુમૈયાબેન મન્સૂરી તેમજ તેમની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવેલ

આ કાર્યક્રમનું સફળ સંચાલન સુલેમાન ચાંદ સરે કરેલુ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો*

editor

*સુરેન્દ્રનગર થી લોહાણા સમાજના બારોટ નિકુલભાઈ બારોટની મોરબી ખાતે યોજતા રઘુવંશી મહા સંમેલન માં ઘરો ઘરથી ને ગામો ઞામથી લોહાણા સમાજ ઉમટી પડે તેવી અપીલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી ડી.સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ ખાતે નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

Leave a Comment