• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ના માળીયા (મી.) તાલુકા માં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા આયુષ્યમાન કાર્ડનું વિતરણ* 

માળીયા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતુ. આ તકે તાલુકાના અગ્રણી નેતાઓ પદાધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

આજ રોજ માળીયા મી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા લાભાર્થીઓને દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા જોડાઈને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના 50 લાખ જેટલા પરીવાર ને એકજ દિવસે આ યોજનાથી જોડવામાં આવ્યા હતા.

આ પ્રસંગે માળીયા તાલુકાના પદાધિકારીઓ , મામતદારશ્રી વગેરે હાજર રહ્યા હતા. પ્રથમ દિપ પ્રાગટય કરી તાલુકા હેલ્થ ઓફિસર ડો ડી.જી બાવરવા દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવેલ.

આરોગ્ય સુવિધામાં કાર્ડધારક સામાન્ય પરીવારને શારીરિક રીતે તકલીફ પડે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવુ પડે તો પાંચ લાખ સુધીની રકમ સરકાર દ્વારા દર્દીને સારવાર માટે આપવાની જોગવાઈ છે અને નાના પરીવાર માટે આ આશિર્વાદ સમાન પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કારગર નિવડયુ છે જેની ચોમેર પ્રસંશા પણ થઈ રહી છે એવા ઉમદા કાર્યનુ આજે લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI*મોરબીમાં પાલિકા થી ગૌ ભક્તો નારાજ ભરોસા ની ભાજપ સરકાર પર મતદારોને ભરોસો ખાડામાં !!!*

Hello Morbi

*ખોખરા હનુમાન ખાતે આવતી કાલ થી રામ કથાનો પ્રારંભ ભક્તોને કથાનું શ્રવણ કરવા નિમંત્રણ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ*

editor

Leave a Comment