
પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મજયંતિ ઉજવણી માટે ડીસા ખાતે શરૂ થયેલ તડામાર તૈયારીઓ
તારીખ 29-10-2025 બુધવારે પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મજયંતિની ઉજવણી ગુજરાત રાજ્ય ઉપરાંત દેશ-વિદેશમાં અનેક સ્થળોએ થનાર છે.ડીસા જલારામ મંદિર નિર્માણ અને પ્રતિષ્ઠાને આ સાલ 25 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે.ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતી આન,બાન અને શાનથી ઉજવાય તે માટે તાજેતરમાં મળેલી મીટીંગમાં ખૂબ જ સારી સંખ્યામાં જલારામ ભક્તોએ હાજરી આપી હતી.
ઉપસ્થિત સૌકોઈએ મહાઆરતી કર્યા બાદ ભોજન પ્રસાદ આરોગી મીટીંગમાં લાભ લીધો હતો.પૂજય જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે તારીખ 29-10-2025 બુધવારે સવારે સામૂહિક પૂજન, જન્મોત્સવની ઉજવણી, જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ભજન સત્સંગ, ભોજન પ્રસાદ, નગરમાં નિર્ધારિત રૂટ ઉપર શોભાયાત્રા, મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો થનાર છે.11 કપલોએ પૂજનમાં બેસવા નોંધણી કરાવી હતી.
જલારામ મંદિર ડીસાના સેવકો કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, શશીકાંતભાઈ ડી ઠક્કર, જગદીશભાઈ પૂજારા,નરેશભાઈ આચાર્ય,ડો.કિશોરભાઈ અસનાની, પિયુષભાઈ આચાર્ય, ચંદુભાઈ એ ઠક્કર , તારાચંદભાઇ મજેઠીયા સહિત સૌ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી સમગ્ર સનાતન હિંદુ સમાજને સાથે રાખી સારી રીતે ઉજવણી થાય તે માટે તડામાર તૈયારીઓ કરી રહેલ છે.
આ અવસરે દેવચંદભાઈ એન ઠક્કર, ચંદુભાઈ રાયચંદજી ઠક્કર, કમલેશભાઈ રાચ્છ, આનંદભાઈ પી ઠક્કર, કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કર, કનુભાઈ તૃપ્તિવાળા, રાજેન્દ્રભાઈ ચૌહાણ, ભગવાનભાઈ માળી, સંજયભાઈ બારોટ, નવીનભાઈ પ્રજાપતિ, નટુભાઇ લીબાચીયા સહિત વિવિધ અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ બહેનોએ સેવા હેતુ નામ નોંધણી કરાવી સારો ઉત્સાહ દર્શાવ્યો હતો.

