• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલેરોમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરતા બેની ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

વાંકાનેર:તા ૨૮ બાઉન્ડ્રી પાસે થી બોલેરો માં ચોરખાનું બનાવીને રૂ. ૩૮૦૦૦ નો વિદેશી દારૂ પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ ઉપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

 

જાણવા મળતી વિગતો મુજબ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે અમદાવાદ તરફથી આવતી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-07-YZ-1750 વાળીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરી રાજકોટ જનાર હોય તેવી ચોકકસ બાતમી મળેલ હોય જેના અનુસંધાને ગાડીમાં તપાસ કરતા બોલેરો ગાડીના ઠાઠાના ભાગે પડખામાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂની બોટલો સાથે કુલ બે ઇસમો રાજુભાઇ નરશુભાઇ ડામોર ઉ.વ.૩૩ રહે. દુધમાલી ડામોર ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ, ચંદુભાઇ મંગળસિંગ પલાસ ઉ.વ. ૨૩ રહે. આંબલી મેનપુર તળવી ફળીયુ તા.ધાનપુરની ધરપકડ કરવામાં આવી છે.

 

બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં નાથુભાઇ રહે. હાલ કુવાડવા તા.જી.રાજકોટનું નામ ખુલતા તેઓની સામે પણ ગુનો દાખલ કરી પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કીની બોટલ નંગ-૯૫ કિ.રૂ.૩૮૦૦૦, મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-07-Y2-1750 કિ.રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ ૩.૪૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 

 

 

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, PSI એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમનો સ્ટાફ રોકાયેલ હતો.

Related posts

*શ્રી મોરબી ભાવસાર જ્ઞાતિ દ્વારા શરદોત્સવનું આયોજન*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે ઝુલતાપુલ દુર્ઘટના ના દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૩૦ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના સર્વે સમાજ ચિંતક યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

Leave a Comment