• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાં પૂર્વમંજુરી મેળવ્યા સિવાય ચાર કરતા વધારે વ્યક્તિઓને એકત્રીત ન થવા તથા સભાસરઘસ ન કાઢવા હુકમ*

મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી મુક્ત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને સમગ્ર મોરબી જિલ્લામાં સુલેહ – શાંતિ તથા કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે.મુછારએ આગામી તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.

 

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે.

 

આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.

Related posts

*HELLO MORBI:લખધીરપુર રોડપર આવેલ પાવર હાઉસમાથી ચોરી કરેલ મોબાઈલ તથા અન્ય 10 મોબાઇલ સાથે રીઢા ગુનેગાર અને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*મોરબીમાં વાલજીભાઈ હીરાણી ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો માટે ચાલતા સેવા કાર્ય*

Hello Morbi

*જોડીયા ના વાવડી ગામે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment