• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે ચૂટણી ખર્ચ નિરીક્ષકશ્રીના અધ્યક્ષસ્થાનેચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ*

મોરબીમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી સિધ્ધાર્થ દંગીના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

 

આ બેઠક અન્વયે ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી સિધ્ધાર્થ દંગીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે નિમાયેલી ફ્લાઈંગ સ્ક્વોડ, એકાઉન્ટિંગ ટીમ સહિતની ટીમોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ ટીમો પાસેથી સંલગ્ન માહિતી મેળવી તમામ બાબતોનું જિણવટ ભર્યું નિરીક્ષણ કરવા સુચના આપી હતી.

 

આ બાબતે મોરબી પ્રાંત અધિકારીશ્રી અને ચૂંટણી અધિકારીશ્રી ડી.એ.ઝાલાએ તમામ ટીમોને સતત સંપર્કમાં રહીને ટુ-વે કોમ્યુનિકેશન જાળવી રાખવા જણાવ્યું હતું.

 

આ બેઠકમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મોરબી જિલ્લા ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મોરબી જિલ્લા મદદનીશ ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી ઈશિતાબેન મેર, લાયઝન ઓફિસરશ્રી પી.એમ.જાડેજા તેમજ ફ્લાઇંગ સ્ક્વોડ અને એકાઉન્ટિંગ ટીમ સહિતની વિવિધ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒,:જોડિયા તાલુકાની હુનર શાળામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ કાર્યક્રમની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI NEWS: જૂનાગઢ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ મા વોર્ડ નંબર દસમાં રઘુવંશી સમાજના મનન અભાણી નો ભવ્ય વિજય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પત્રકાર એકતા પરિષદ વલસાડ જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ વાપી વિશ્રામગૃહ માં મળી*

editor

Leave a Comment