• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં ક્ષત્રિય અગ્રણી નરેન્દ્રસિંહે પોતાની અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી*

ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો

 

વિધાનસભાની ચૂંટણીના જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ ચૂંટણીનો રંગ જામી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજ રોજ ઉમેદવારી પાછી ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે ત્યારે વાંકાનેર કુવાડવા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી રહેલ ક્ષત્રિય આગેવાન નરેન્દ્રસિંહ નટુભા ઝાલા દ્વારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી સાથે ભાજપના 67 વાંકાનેર કુવાડવા બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને ટેકો જાહેર કર્યો હતો અને ક્ષત્રિય સમાજને ભાજપના ઉમેદવારને જંગી બહુમતી જીતાડવા કામે લાગી જવા ક્ષત્રિય આગેવાનોએ હાકલ કરી હતી.

 

આ તકે નરેન્દ્રસિંહ ઝાલા, અજુનસિંહ ઝાલા માજી ઉપ પ્રમુખ તા.પ, ભરતસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તા.પ પ્રમખ, નરેન્દ્રસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા, દશરથસિંહ ઝાલા, માહિપાલ સિંહ ઝાલા તા.પ સદસ્ય, ભુપેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ રાણા, પ્રદીપસિંહ રાણા, રામદેવસિંહ ઝાલા, ભગુભા ઝાલા માજી સરપંચ કણકોટ, જયુભા ઝાલા સરપંચ લુણસરિયા, ભીખુભા જાડેજા, જુગાભા ઝાલા, રઘુરાજસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, ભુપેન્દ્રસિંહ ઝાલા, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*જોડિયાના મેઘપર તથા જસાપર ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Five more arrested for IB staffer Ankit Sharma’s murder in Delhi riots

Admin

*HELLO MORBI: મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment