• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે ઝુલતાપુલ દુર્ઘટના ના દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૩૦ દર્દીઓએ લાભ લીધો*

 

*અત્યાર સુધી ના ૧૬ કેમ્પ માં કુલ ૪૮૮૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.*

 

*HELLO MORBI: રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભા.જ.પ. પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, વરિષ્ઠ પત્રકાર દીલીપભાઈ બરાસરા, પ્રવિણભાઈ વ્યાસ તથા સુરેશભાઈ ગોસ્વામી ની ઉપસ્થિતી માં નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો.*

 

        સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૧૨-૨૦૨૨ રવિવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૪૩૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૮૮ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા મા આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

      પ્રવર્તમાન માસ નો કેમ્પ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભા.જ.પ. પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી ના વરિષ્ઠ પત્રકારો દીલીપભાઈ બરાસરા, પ્રવિણભાઈ વ્યાસ, સુરેશભાઈ ગોસ્વામી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

      અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૫ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૪૪૫૩ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૯૯૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૪૩૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૮૮ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા માં આવશે.

         કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ પાંવ, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ

મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*હર ઘરતિરંગા નિમિતે જોડિયા તાલુકામાં કાર અને બાઈક રેલી યોજાઇ*

Hello Morbi

*શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમમોમાં 15 થઈ વધુ શાળાઓ પર મુલાકાત લીધી પ્રવેશ મેળવતા બાળકોને પ્રોત્સાહિત કર્યા કાંતિભાઈ અમૃતિયા*

Hello Morbi

જાપાનની અનોખી હોટલ, અહીં ડાયનાસોર કરે છે મહેમાનોનું સ્વાગત

Hello Morbi

Leave a Comment