૬૬-ટંકારા પડધરી વિસ્તારમાં હાલ ઝંઝાવતી પ્રચાર કરી રહેલા લલીતભાઈ કગથરા ને લોકોનું સ્વયંભૂ અદભુત સમર્થન: લલિતકાકા તુમ
આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા પોકારાયા તમામ જ્ઞાતિના અગ્રણીઓએ આપ્યો ઉંમરકાભેર આવકાર
વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ટંકારા પડધરી વિધાનસભાની બેઠકના કોંગ્રેસના અને કાર્યદક્ષ ઉમેદવાર લીલીતભાઇ કગથરા ને ગ્રામ્ય વિસ્તારમાં અદભુત જન સમર્થન મળી રહ્યું છે લોકોએ પણ કોંગ્રેસના હાથ મજબૂત કરવા મન મનાવી લીધું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યાં જ્યાં લલીતભાઇ ની ટીમ ગામડાઓમાં જાય છે ત્યાં ત્યાં તેઓને અદભુત લોક સમર્થન મળે છે અને લોકો એક અવાજે કહે છે લલીતકાકા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ
કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ ગામડાઓ ખૂંદી રહ્યા છે તમામ ગામોમાં લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નોનો નિકાલ કરે છે અને ઉચ્ચતર બાકીના પ્રશ્નોની રજૂઆત કરવા ખાતરી પણ આપી રહ્યા છે હરહમેશ તેવો લોકોના કામ કરવા માટે સદાઈ તત્પર રહ્યા છે જેના લીધે આજે પણ ગામડાઓમાં તેમનું ઉચેરું નામ છે
હાકલ કરો ત્યાં લલીતભાઈ હાજર તેમ લોકો કહી રહ્યા છે હાલ કોંગ્રેસ તરફી જુવાળ જોતા અન્ય પક્ષના લોકો ના ડઘાઈ ગયા છે અને કોંગ્રેસના ઉમેદવારનો દાવો છે કે જે રીતે લોકો નો પ્રેમ ગ્રામ્ય વિસ્તારમાંથી મળી રહ્યો છે તે જોતા મારો વિજય નક્કી છે તેવો વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો
પ્રવાસમાં લલીતભાઇ ની સાથે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ છે ત્યારે લલીતભાઈ કોંગ્રેસ તરફી લોકજવાર છે તેવો વિશ્વાસ અને દાવો વ્યક્ત કર્યો હતો
હાલ ટંકારા પડધરી વિસ્તારમાં પંજાની પકડ મજબૂત હોય તેઓ ઘાટ અને માહોલ જોવા મળી રહ્યો છે
