• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સિરામિકએશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયા એ નર્મદા બાલઘરની મુલાકાત લીધી*

મોરબી તા ૩ : મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા અને હરેશભાઈ બોપલિયાએ મોરબી ખાતે આવેલા નર્મદા બાલઘરની મુલાકાત લીધી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે થતી પ્રવૃત્તિઓને નજીકથી નિહાળી હતી.

મહત્વનું છે કે, મોરબીને ભારતનું સિલિકોન વેલી બનાવવાના સ્વપ્ન સાથે ભરતભાઈ મહેતા દ્વારા નર્મદાબેન સુખલાલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન આપી બાળકને પોતાના પગભર કરવાનો અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં (૧) કરીક્યુલમ (૨) કો- કરીક્યુલમનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરીક્યુલમમાં ધોરણ 6 થી 10 ના કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજીના પ્રયોગોની કીટ તથા પ્રયોગપોથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આપવામાં આવે છે. જે નર્મદા બાલઘરના પોર્ટલ WWW.NBGSCIENTIST.COM પર છે અને તે મોરબીના બાળકો માટે ફ્રી છે. કો- કરીક્યુલમમાં ડ્રોન, 3D પ્રિંટિંગ, ઓગમેંટેડ રિયાલીટી, વર્ચ્યુયલ રિયાલીટી, ડિજિટલ ડ્રોઈંગ, કમ્પ્યુટર કોડિંગ, લેન્ગ્વેજ જગલર, ડિજિટલ એનસાઈક્લોપીડિયા શીખવવામાં આવે છે. હાલ હમણાં મોરબીની 75 શાળાઓને ૩D પ્રિન્ટર આપવામાં આવ્યા તેમજ Virtual reality Glass આપવામાં આવ્યા છે જે શિક્ષણમાં આવનાર સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Related posts

*HELLO MORBI;મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૪ દર્દીઓએ લાભ લીધો*

editor

*દુઃખદ અવસાન-ઉઠમણું-મોરબી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી*

editor

Leave a Comment