
હળવદ પોલીસ સ્ટેશનના વિશ્વાસધાત અંગેના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી વિશ્વાસધાત અને છેતરપીંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જેથી શ્રી એન.આર.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન. ૦૩૮૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૦૮ મુજબના ગુન્હાના કામે ફરયાદીની જય કિશાન ટ્રેડીંગ નામની પેઢીના નામે કુલ રૂપિયા ૬૯,૬૪,૮૬૮/- કોઇપણ રીતે વિશ્વાસઘાત કરી અગાઉ પકડાયેલ આરોપીએ તથા આ નાસતા ફરતા આરોપીએ મળી ગુન્હો આચરેલ હોય જેમાં આ નાસતા ફરતા આરોપી પવનભાઇ ગેહલોત રહે થાણે મુંબઇ વાળો હાલમાં મુંબઇમાં ગોરઇ વિસ્તારમાં હોવાની હકીકત હોય જેથી હકીકત આધારે મહારાષ્ટ્ર મુંબઇ, ગોરઇ વિસ્તાર, મીરા ભાયદરરોડ ખાતે નાસતા ફરતા આરોપીની તપાસ કરતા સદરહું હકીકત વાળી જગ્યાએ થી નાશતો ફરતો આરોપી મળી આવતા તેની પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતો ફરતો હોય અને હાજર થયેલ ન હોવાનુ જણાવી કબુલાત આપતા મજકુર આરોપીને ગોરઇ વિસ્તાર, મીરા ભાયદર રોડ ખાતેથી હળવદ પો.સ્ટે. ખાતે લાવી હળવદ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.ન. ૦૩૮૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૦૮ મુજબના ગુન્હાના કામે હસ્તગત કરી હળવદ પો.સ્ટે. સોપી આપેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-
દિપક પવનકુમાર ગેહલોત જાતે ક્ષત્રીય ઉવ ૩૯ રહે. સી ૧૩૩ ધનરાજી એપાર્ટમેન્ટ મહાકાળી મંદિરની બાજુમાં કારગીલ નગર મંડવેલ પાડા રોડ, વિરાર ઇન્સ જિલ્લો પાલધર મહારાષ્ટ્ર- આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ :-
આ કામનો આરોપી અગાઉ મહારાષ્ટ્ર મુબઇ ખાતે મીરા-ભાઇદર જીલ્લાના અચોલે પો.સ્ટેના ગુ.ર.ન.૦૩૮૩/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૧૯(૨),૩૧૮(૪),૩(૫) મુજબના ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરના ગુન્હામાં પકડાયેલ અને લાંબો સમય જેલમાં રહેલ આરોપી છે.- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એન.આર. મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, મદારસિંહ માલુભા મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઇ કરશનભાઇ ખાંભલીયા વિગેરે જોડાયેલ હતા.
