• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બંગાવડી તાલુકા શાળા ખાતે વ્યસમુક્તિ ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

તા.૧૨/૧૨/૨૦૨૨
આજ રોજ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ના સયુંકત ઉપક્રમે બંગાવાડી ખાતે આવેલી બંગાવાડી તાલુકા શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ ૫ થી ૮ ના કુલ ૫૦ બાળકો એ ભાગ લીધેલ, અને પોતાની આવડત મુજબ વ્યસન ની જાગૃતિ દર્શાવતા વિવિધ આબેહુબ ચિત્રો દોરવામાં આવેલ, સ્પર્ધામાં પ્રથમ નંબર પર પડાયા પૂજા,થા દ્રિતીય ક્રમ પર દેત્રોજા કુંજન, તથા તૃતીય નંબર પર પઢીયાર ઉમંગ, એ મેળવ્યો હતો , વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન ની જાગૃતિ અંગે , વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં શાળા આરોગ્ય, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ આર.બી.એસ.કે. ડોક્ટર ટીમ એમ.પી.એચ.ડબ્લ્યુ દલસુખજભટ્ટ, ફિમેલ હેલ્થ વર્કર, ગોપીબેન ભટ્ટ, પણ હાજર રહેલ , આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય પેઢડિયા જયેશભાઈ અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.

Related posts

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા* *દ્વારા 19-10-22 ના રોજ* *સ્વયંસેવકો નો આભાર તેમજ સુખડી* *વિતરણ સમાપન* *સમારોહ* 

Hello Morbi

*ધ્રોલ રાજપૂત સમાજના આગેવાન અને પૂર્વ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*ઉતરાયણના પવિત્ર દિવસે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પ્રેરણાદાયી ગૌસેવા દાન*

Hello Morbi

Leave a Comment