• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોટા દહિસરા કન્યા શાળામાં વ્યસન જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ*

 

*મોટા દહિસરા કન્યા શાળામાં વ્યસન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ*

માળીયા મી : આજ રોજ તારીખ ૧૩ ડિસેમ્બરના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સયુંકત ઉપક્રમે
મોટા દ હિ સ રા ખાતે આવેલી કન્યા શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખુબજ ઉત્સાહ ભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત પોતાની સરળ ભાષા માં વક્તવ્ય આપેલ.

આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં શાળા આરોગ્ય પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર દીપકભાઈ કૈલા, પ્રા.આ.કેન્દ્ર વવાણીયાનાં હેલ્થ સુપરવાઈઝર નરેશ પરમાર ,મોટાદહિસરા નાં એમ.પી.એચ.ડબ્લ્યુ, એફ.એચ. ડબલ્યુ તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*વરસાદી વાતાવરણ મા સુલતાનપુર શાળામાં નવા છોડ નું વાવેતર કરી પ્રકૃતિ દિવસ ઉજવ્યો*

Hello Morbi

*જુનાગઢ જીલ્લા AIMIM ના પ્રમુખ ને ઔવૈસીએ કેસ પહેવી AIMIM પાર્ટી મજબૂત કરનારા ગુજરાત ના હોદેદારો કાર્યકરો ને આપી શુભેચ્છા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના યુવા પત્રકાર જનક રાજાની પુત્રી દ્રિજાનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment