• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પીજીવીસીએલ મોરબી દ્વારા ઊર્જા સપ્તાહ ઉજવણી*

 

ચિત્ર, નિબંધ, ક્વિઝ સ્પર્ધા, વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા રેલીનું આયોજનપશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઊર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા આગામી તા.૧૪ ડિસેમ્બર થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિના અભિયાન/કાર્યક્રમ યોજવામાં આવશે.

લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરના માણસોની જાગૃતિ માટે આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમો અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, સલામતીના સૂત્રો તેમજવૃક્ષારોપણ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ, શાળા/કોલેજના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ નું આયોજન કરેલ છે. વધુ માં તા.૨૦/૧૨/૨૦૨૨ ના રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરેલ છે. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા જનજાગૃતિ અંગેનું આયોજન કરવામાં આવેલ હોવાનું મોરબી પીજીવીસીએલ, વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર બી. આર. વડાવિયાએ જણાવેલ છે.

 

Related posts

*HELLO MORBI:*મોરબી તાલુકાના કેરાળી ગામને Odf+ model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરાયું*

editor

*ઝૂલતા પુલ દુર્ઘટના ના સ્વગતોના સ્વજનોને ૨૪ કલાકમાં ચાર ચાર લાખની સહાય વહીવટી તંત્ર દ્વારા ઘરે પહોંચાડવામાં આવી હતી*

Hello Morbi

*મોરબી પાલિકા ઉપપ્રમુખ અને પાલિકા પ્રમુખના પતિ કોરોના પોઝિટિવ*તાલુકા પંચાયતમાં પણ કોરોનાનો પંજો ફરી વળ્યો : સિવિલના તબીબો પણ સંક્રમિત*

Hello Morbi

Leave a Comment