• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગુજરાતમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી*

*ગુજરાતમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી*
……………….
*જુલાઇ-સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટથી સંક્રમિત થયેલ વયોવૃદ્ધ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ ગયા*
…………….
*BF7 વેરિયન્ટથી ગભરાવવાની જરૂર નથી.. સાવચેતી જરૂરથી રાખીએ*
………………
ગુજરાત રાજ્યમાં કોરોના- ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી. જેની વધું વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા.
જેમાં વિગતે જોઇએ તો અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝીટીવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રીપોર્ટ ૨૦ સપ્ટેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો. આ પુરૂષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. આ દર્દી હોમઆઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ.
તદ્અનુસાર વડોદરાના ૬૧ વર્ષીય મહિલાનો કોવિડ રીપોર્ટ પોઝીટીવ આવતા દર્દીનું તેનું જીનોમ સિકવન્સીંગ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતુ, .જેનો રીપોર્ટ ૧૯ નવેમ્બરના રોજ પોઝીટીવ જણાઇ આવ્યો હતો.આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવીને સ્વસ્થ થયું હતુ.
અન્ય એક દર્દી અમદાવાદના ૫૭ વર્ષીય પુરુષ દર્દીને ૧૧મી નવેમ્બરના રોજ કોવિડ પોઝીટીવ આવતા તેનું પણ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો ૨૦મી ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ થયું હતુ.
આમ ઉપરના ત્રણેય દર્દીના ઓમિક્રોન વેરિયન્ટના BF7 વેરિયન્ટના રીપોર્ટ પણ પોઝીટીવ જણાઇ આવ્યા છતા તેઓ હોમ આઇસોલેશનમાં જ સામાન્ય સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે.જેથી લોકોએ ગબરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસથી રાખીએ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરની મુલાકાત લેતા મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.ગણેશભાઈ મુળજીભાઈ ઉઘરેજા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો તથા મિત્રો*

editor

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે જંગી જનમેદની વચ્ચે કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતી માં શ્રી મસ્તાના મામા સાહેબ નુ મોજીલુ માંડલું કાર્યક્રમ યોજાયો.*

Hello Morbi

Leave a Comment