• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:૨૭ ડિસેમ્બરના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

 

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૭-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે, ભડીયાદ રોડ, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયુ છે

Related posts

*HELLO MORBI: મોરબી નજીક કાર આંતરી બળજબરીથી રૂ. ૨૩ હજાર પડાવી લેનાર શખ્સને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ:*

editor

*હીરાના કારીગરનો કમાલ રેકોર્ડ બનાવ્યો પ્રવીણભાઈ ગારીયાધાર વાળાએ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ડી.કે પટેલ (રંગોલી લેમિનેટ્સ-હ. કાંતિભાઈ ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૦૨ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment