• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શાબાશ મોરબી ક્રાઈમ બ્રાન્ચ:થર્ટી ફર્સ્ટ ની ઉજવણી થાયતે પહેલાં જ પંજાબ થી મુન્દ્રા (કરછ) ચોખા ભરેલા ટ્રકની આડ માં છુપાવી ને લઈજવાતો રૂ.૩૩.૧૩ લાખનો દારૂ માળિયા નજીક આંતરી ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

 

મોરબી : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે ગુજરાતમાં દારૂ થી ઉજવણી થાય એ પહેલા જ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પંજાબથી ચોખાની આડમાં વિદેશી દારૂની ૨૦,૪૦૦ બોટલ ભરી મુન્દ્રા જતા ટ્રકને માળીયા નજીક આંતરી લઈ ટ્રક અને દારૂ સહીત કુલ રૂપિયા ૪૩,૯૪,૨૦૦ના મુદામાલ સાથે બે રાજસ્થાની શખ્સને દબોચી લીધા હતા.

થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે બહારના રાજ્યમાંથી મોટાપાયે દારૂ ઠલવવા બુટલેગરો સક્રિય થયા હોય પોલીસ સતર્ક બની છે ત્યારે મોરબી ક્રાઈમ બ્રાન્ચ ટીમના હેડ કોન્સટેબલ રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, કોન્સ્ટેબલસંજયભાઇ રાઠોડ અને ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી ટાટા ટ્રક નંબર-RJ-02-GA- 7202માં પંજાબથી ચોખાની આડમાં મુન્દ્રા તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ ટીમે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોક્ત વર્ણનવાળા ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલોનો મોટાપ્રમાણમાં જથ્થો મળી આવતા પોલીસે ચુનીલાલ દુર્ગારામ પુનીયા, રહે. જાયડુ ગામ તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન) અને દેવારામ હનુમાનરામ માયલા,રહે. સનાવડા ગામ તા.જી.બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી લઈ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

વિશેષમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રકમાંથી સ્ટરલીંગ રીઝર્વ પ્રીમીયર બ્લેન્ડેડ વ્હીસ્કીની બોટલો નંગ-૧૦૮૦,કિંમત રૂપિયા ૩.૨૪ લાખ, મેકડોવેલ્સ નંબર-૧ બ્રાન્ડની બોટલો નંગ-૩૪૮૦ કિંમત રૂપિયા ૧૩.૦૫ લાખ, મેકડોવેલ્સ-૧ કલેશન વ્હીસ્કીની નંગ-૧૧૦૪૦ કિંમત રૂપિયા ૧૧.૦૪ લાખ, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૪૮૦૦ કિંમત રૂપિયા ૪.૮૦ લાખ, ટાટા ટ્રક નંબર-RJI2-GA-7202 કી.રૂ.૧૦ લાખ, ચોખા ભરેલ બોરીઓ નંગ-૨૨૪ આશરે વજન ૫૬૦૦ કીલો કી.રૂ.૧,૫૧,૨૦૦, મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ. ૧૦,૦૦૦ રોકડા રૂપીયા-૨૦,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૪૩,૯૪,૨૦૦ કબ્જે કરી વિકાસ ઉર્ફે વિક્રમસિંગ રહે. આબુરોડ, રાજસ્થાન નામના શખ્સને ફરાર દર્શાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરી ને સફળ બનાવવા ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઇ એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBIટેંટોડા ગૌશાળાને દેવામુકત કરવા રૂપિયા સવા ત્રણ કરોડની સહાય કરતું ડીસાનું જલારામ મંદિર*

editor

*HELLO MORBI:વાંકાનેરમાં સનાતન જ્યોત યાત્રા શ્રી હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ નું ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરાયું*

editor

*મોરબી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વાવડી ગામ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું*

Hello Morbi

Leave a Comment