• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી અરવંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીનાભાગરૂપે નિબંધ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધા યોજાશે*

*સ્પર્ધામાં ભાગ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીનીકચેરી ખાતે તા.૧૦ જાન્યુઆરી પહેલા ફોર્મ ભરી દેવું*

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત શ્રી અરવંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારીત વક્તૃત્વ, નિબંધ તથા ચિત્ર સ્પર્ધાનુ આયોજન બે વિભાગમા યોજાશે. જેમા ૧૫ થી ૧૯ વર્ષ “અ” વિભાગ તથા ૧૯ વર્ષ થી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના “બ” વિભાગમા આવશે. નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાનો વિષય “શ્રી અરવિંદ ઘોષનુ જીવન કવન” રહેશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ હવે પછી જાહેર કરવામા આવશે.
જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. તથા રાજ્ય કક્ષાએ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિના મુલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારશ્રીના ખર્ચે લઇ જવામા આવશે. આ સ્પર્ધામા અરજી કરવા માટે સાદા કાગળમા સ્પર્ધકનુ નામ, સરનામુ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, સ્પર્ધાનુ નામ, સ્પર્ધાનો વિભાગ, સ્કુલ / કોલેજનુ નામ અને સરનામુ, વગેરે વિગતો લખી સ્પર્ધક્નુ આધાર કાર્ડ સાથે જોડી તા.૧૦/૦૧/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ૨૫૭/૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે મોકલી આપવાની રહેશે. બપોરે ૧૨ કલાક પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*ટંકારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી*વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા અને જરુરી કાર્યવાહી માટે રજૂઆત કરી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ્રોપેન સપ્લાય કરતી કંપની ઓ ની દાદાગીરી સામે સીરામીક ઉદ્યોગ લાલ ઘુમ*

editor

*HELLO MORBI:મહામાનવ અચરતભાઈ ઠકકરને ભાવાંજલી અર્પણ કરવા ચાંગા ખોડિયાર ગૌશાળામાં યોજાઈ પ્રાર્થનાસભા*

editor

Leave a Comment