• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: દારૂ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચની તવાઈ યથાવત:થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.૭૩ હજારનો દારૂ – બિયર ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

વાંકાનેર તા૩૦ : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ મંગાવ્યો હોવાની બાતમીના આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ત્રાટકી હતી અને થર્ટી ફર્સ્ટ અનુસંધાને વેચાણ અર્થે અગાભી પીપળીયા ગામની સીમમાં વાડીમાં રાખેલ વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી બોટલો નંગ-૨૬૧ કિ.રૂ.૭૩,૧૦૦ ના મુદામાલ સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો.

 

મોરબી જીલ્લામાં ૩૧ ડીસેમ્બરની ઉજવણી શાંતીપૂર્ણ રીતે થાય તે અનુસંધાને પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એલ.સી.બી.એ સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.- પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી વાળો અગાભી પીપળીયા ગામની સીમમાં સાજડીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. તેવી બાતમીને આધારે રેઇડ કરતા આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી બોટલો નંગ-261 કિ.રૂ.૭૩,૧૦૦ના મુદામાલ તેમજ મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. 5000 મળી કુલ કી.રૂ.૭૮,૧૦૦ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ દારૂ પ્રકરણમાં ડાડામીયા ઉર્ફે રાજુબાપુ ભાઉદીનપૌત્રા રહે. હડાળા તા.જી.રાજકોટનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધો 𝟏𝟎 ને 𝟏𝟐 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ*

editor

*HELLO MORBI:જલારામ બાપાના ભજન થકી 300 ગુરૂવાર પરિપૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

*મોરબીમાં અજાણ્યા વાહન હડફેટે લેતા રાહદારીને ઇજા*

Hello Morbi

Leave a Comment