• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જલારામ બાપાના ભજન થકી 300 ગુરૂવાર પરિપૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

જલારામ બાપાના ભજન થકી 300 ગુરૂવાર પરિપૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ
82 લાખ જેટલી ગૌસેવા ઘાસ પેટે 26 જેટલી ગૌશાળાઓને અર્પણ કરાઈ
—————————————
ડીસા નગરમાં તારીખ 26-7-2018 ને ગુરૂવારે શ્રી જલારામભાઈ દેવવાળાના નિવાસસ્થાનેથી પૂજ્ય જલારામ બાપાના ભજનનો શુભારંભ કરાયો હતો.તારીખ 18-4-2024 ના રોજ શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલના નિવાસસ્થાને 300 મા ગુરૂવારનાં જલારામ બાપાનાં ભજન હેમખેમ પરિપૂર્ણ થયાં હતાં.પરમપિતા પરમાત્મા શ્રી રામચંદ્રજી ભગવાન,પૂજ્ય જલારામ બાપા,પૂજ્ય વીરબાઈ મા,પૂજ્ય ગૌમાતા,પૂજ્ય સંતો એમ સૌના આશીર્વાદ અને જલારામ ભકતોના સહકારથી 1100 ગુરૂવાર સુધી નિરંતર ગૌસેવા હેતુ ભજન થાય તેવો હાલ પૂરતો સૌનો સહિયારો સંકલ્પ છે.
300 મા ગુરૂવારે શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલના નિવાસસ્થાને રૂપિયા 42105(બેતાલીસ હજાર એકસો પાંચ) ની ગૌસેવા એકત્ર થઇ હતી.299 મા ગુરૂવારે શ્રી ભગવાનભાઈ રતનાભાઈ માળીના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં 108612 (એક લાખ આઠ હજાર છસો બાર) ની ગૌસેવા એકત્ર થઇ હતી.અત્યાર સુધીમાં 26 જેટલી ગૌશાળાઓમાં ઘાસ પેટે અંદાજે 82 (બ્યાસી) લાખ રૂપિયા જેટલી ગૌસેવા અર્પણ થઈ ચૂકી છે.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ધાનેરા,પાલનપુર,ભીલડી,દિયોદર,પાટણ એમ વિવિધ સ્થળોએ પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય તે માટે રૂબરૂ જઈને પ્રેરણા પૂરી પાડવામાં આવી છે.આગામી દિવસોમાં સિધ્ધપુર,મહેસાણા,વિસનગર,કડી,હારિજ,ભાભર,રાધનપુર,વારાહી સહિત તમામ સ્થળોએ સમગ્ર સનાતન હિંદુ સમાજમાં વારાફરતી નિમંત્રકના નિવાસસ્થાને દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય તેવા પ્રયત્નો કરાશે.પાલનપુર,ધાનેરા,થરા એમ ત્રણ જલારામ મંદિરોની પદયાત્રા કરવામાં આવી છે.આગામી દિવસોમાં પાટણ અને દિયોદર જલારામ મંદિરની પણ પદયાત્રા કરાશે.ગાયકો,વાદકો,દાતાઓ,પ્રચારકો,ગૌસેવકો,પત્રકારો,નિમંત્રકો,નૃત્યકારો,શ્રોતાઓ અને સંતો એમ સૌના આશીર્વાદ અને સહકારથી આ સત્કાર્ય નિર્વિઘ્ને આગળ ધપી રહેલ છે. ડીસાની વિવિધ સંસ્થાઓ જય જલારામ ટ્રસ્ટ,શ્રી રામચરિત માનસ મંડળ,સમગ્ર સનાતન હિંદુ સમાજ સહિત વિવિધ સમાજનાં મહાજનો,મહિલા મંડળો,યુવક મંડળો એમ સૌનો અભૂતપૂર્વ સહકાર મળી રહેલ છે.ડીસા નગરની હિંદુ ધર્મની મોટાભાગની જ્ઞાતિઓમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થઈ ચૂકેલ છે.300 મા ગુરૂવારે શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલ પરિવારનું વાજતેગાજતે સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનું સફળતાપૂર્વક સંચાલન ભગવાનભાઈ બંધુ કરી રહેલ છે.દર ગુરૂવારે જલારામ બાપાના ભજનનું જીવંત પ્રસારણ આનંદભાઈ પી.ઠકકર દ્રારા કરવામાં આવે છે.

Related posts

*HELLO MORBI:હળવદ બસ સ્ટેન્ડપાછળ રબારીવાસમાં આવેલ મકાનેથી જુગાર રમતા* *કુલ આઠ ઇસમોને* *પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:ધ્રોલ જામનગર થી આશરે 350 જેટલા લોકોએ પાવરફુલ ટેલિસ્કોપ વડે અને નરી આંખે પાંચ ગ્રહોની પરેડ નિહાળી . બુધ શુક્ર મંગલ ગુરુ શનિ અને ચંદ્ર ને નિહાળી લોકો અચંબિત થયા*

Hello Morbi

*સૌરાષ્ટ્ર ના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ની ૩જી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

Hello Morbi

Leave a Comment