• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર ખાતે ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ આયુર્વેદશાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરાશે*

નૂતન વર્ષનો પ્રારંભ કરીએ આયુર્વેદ સાથે અનેજીવનને બનાવીએ આરોગ્યપ્રદ અને સુખમય

વાંકાનેર ખાતે નવા વર્ષના પ્રારંભે જ આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો, ચાલો આયુર્વેદ સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરી આપણા જીવનને આરોગ્યપ્રદ અને સુખમય બનાવીએ.

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના સંકલન તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી-મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્રારા ૦૫/૦૧/૨૦૨૩ના રોજ પટેલ સમાજની વાડી, મીલ પ્લોટ ફાટક પાસે, રેલ્વે સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, તમામ રોગો માટે હોમીયોપથીક નિદાન-સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન, દિનચર્યા, ઋતુચર્યા, વિરૂધ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતુ પ્રદર્શન, ૦ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવા, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદપીણુ – “હર્બલ ડ્રીંક”નુ વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવનાર છે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીના વૈદ્યશ્રી પ્રવિણ વડાવિયાની યાદીમાં જણાવાયું છે

 

 

Related posts

*મોરબી ના સાદુરકા ગામ નજીક રાજસ્થાની હોટલ માંથી રૂપિયા ૪૦ હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ*

Hello Morbi

*મોરબીમાં ચૂંટણી પહેલા જ “આપ”માં ભંગાણ મહેશ રાજ્યગુરુ સહિતના સહિતના કોંગ્રેસમાં જોડાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે ભક્તિભાવ ને ધામધૂમ થી શરદપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો*

editor

Leave a Comment