• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નવાબંદર ખાતે સમુહ શાદી સમારોહ યોજ્યો, 24 દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા..*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ઉના તાલુકાના નવાબંદર ગામે શુન્ની મુસ્લિમ ભાડેલા સમાજ દ્વારા જમાતખાના હોલ ખાતે હઝરત ગુલામ ગૌષે અલ્વી સાહેબ (ધોરાજી વાળા) નાં પ્રમુખ સ્થાને સમારોહ યોજાયો હતો આ સમુહશાદીમાં 24 દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા હતા.આ સમુહ શાદીમાં નવાબંદર મસ્જિદ નાં પેશંઈમામ શબ્બીર બાપુ દ્વારા 24 દુલ્હાઓ ને નિકાહ પઢાવવામાં આવ્યા હતા. નવાબંદર મુસ્લિમ સમાજ તથા સખીદાતાઓ દ્વારા નવદંપતિને ઘરવખરીની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી, જ્યારે આ સમુહ શાદીના મુબારક પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતિને શાદીની મુબારકબાદી પાઠવી હતી.આ પ્રસંગે નવાબંદર ગ્રામ પંચાયતનાં સરપંચ સોમવારભાઈ મજેઠયા, કોળી સમાજના પ્રમુખ જીજ્ઞેશભાઈ સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી જુસબભાઈ મેર, નવાબંદર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સીદીકભાઇ ચૌહાણ અને કરમ ગરીબ નવાઝ કમીટી દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં 𝐁.𝐁.𝐀 પરીક્ષાના રીઝલ્ટ અને વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું*

editor

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI: ગુજરાતના ચીફ સેક્રટરીશ્રી રાજકુમારે વીડીયો કોન્ફરન્સના માધ્યમથીમોરબી જિલ્લાની પરિસ્થિતિ ની સમીક્ષા કરી*

editor

Leave a Comment