• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સીટી બી ડિવિઝન*   *મહેંદ્રનગર બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂના ચાલું કટીંગ દરમિયાન ઈંગ્લીશ દારૂની 132 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડયા*

*મોરબી સીટી બી ડિવિઝન

મહેંદ્રનગર બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂના ચાલું કટીંગ દરમિયાન ઈંગ્લીશ દારૂની 132 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડયા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ તથા અમો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બી.આર.ખટાણા,  રમેશભાઇ મિયાત્રા તથા બ્રીજેશભાઇ બોરીચા નાઓની સયુક્ત બાતમી હકીકતના આધારે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત બાતમીના આધારે મહેંદ્રનગર-હળવદ રોડ, આઇ.ટી.આઇ. બસ સ્ટેંડ પાછળ, મહેદ્રનગરના તળાવ બાજુ જવાના રસ્તે, મહેન્દ્રનગર મોરબી- ર પાસેથી બે આરોપીઓને મહીંદ્રા બોલેરો ગાડીમા ઇગ્લીશ દારૂના ચાલુ કટીંગ દરમ્યાન પકડી પાડી ભારતીય બનાવટની વિદેસી ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની ૭૫૦ એમ.એલ, કંપની શીલપેલ બોટલ નંગ- ૧૩૨ કિ.રૂ. ૧,૧૦,૦૪૦/- તથા મહીંદ્રા કંપનીની બોલોરો કેમ્પર ગાડી રજી નં.-જીજે-૦૨-સીએ-૧૯૦૬ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૧૦,૦૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશભાઇ ધરમશીભાઇ નિરશ્રીતઉ.વ.૨૭ રહે- રામનગરી ઘુટુ રોડ, મોરબી મુળગામ- ગુંદાપુરા નિરાશ્રીતવાસ દાદર તા.જી. પાટણ તથા ઇશ્વરભાઇ કુંભાભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ રહે- કીડીયાનગર નવો પરમાર વાસ, તા.રાપર જી. કચ્છ વાળાને પકડી પાડેલ છે જ્યારે અન્ય એક શખ્સ સુરેશભાઇ નાથુભાઇ સાલાણી  રહે-ભીમાસર રાપર કચ્છ વાળો સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ કામગીરીમાં  ભગવાનભાઇ રામજીભાઇ ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ચંદ્રસિંહ કનુભા, ધર્મેનદ્રભાઇ મગનભાઇ, એમ પો.સ્ટાફના માણસો કામગીરીમાં સાથે મદદમા રોકાયેલ હતા.

રિપોર્ટ અશોકભાઈ ખરચરીયા

Related posts

*HELLO MORBI:મોરબી નવયુગ કોલેજ માં સેમિનાર યોજાયો.*

editor

*HELLO MORBI: ખરીફ પાકોના બિયારણની ખરીદી અંગેનીમાર્ગદર્શીકા જાહેર કરાઇ*

editor

*માળિયા તાલુકાના મેઘપર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment