• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પોકેટકોપ એપની મદદથી મોરબી વિસ્તારમાં થયેલ ચાર મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એકઇસમને પકડતી મોરબી પક્રાઇમ બ્રાન્ચ ની ટીમ*

*પોકેટકોપ એપની મદદથી મોરબી વિસ્તારમાં થયેલ ચાર મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એકઇસમને પકડતી પાડતીક્રાઇમ બ્રાન્ચ મોરબી

તા-૧૩/૦૧/૨૦૨૩
શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના બજાજ ડિસ્કવર મોટરસાયકલ સાથે એક ઇસમ મોરબી ત્રાજપર ચોકડી ખાતેથી નિકળનાર છે જેથી મોરબી ત્રાજપર ચોકડી ખાતે વોચ ગોઢવતા તે દરમ્યાન નવઘણ અમરશીભાઇ પરમાર / સલાટ ઉવ-૨૦ ધંધો- મજુરી રહે.સામખીયારી,શુભમ સોસાયટી, અમીજરા હોટલ પાછળ તા. ભચાઉ જિ. કચ્છ ભુજ વાળો નંબર પ્લેટ વગરના બજાજ ડિસ્કવર મોરટસાયકલ સાથે મળી આવતા તેને રોકી તેની પાસે મો.સા.ને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મજકૂરને વધુ સઘન પુછપરછ કરતા બીજા ત્રણ મોટરસાયકલોની ચોરી કરી પોતે મોરબી ઇન્દીરાનગર વિસ્તારમાં સંતાડેલ હોવાની કબુલાત આપતા તમામ ચારેય મોટરસાયકલ હસ્તગત કરી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન/ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા મોટર સાયકલો ચોરી કરેલ હોવાનું જણાઇ આવેલ જે અંગે મોરબી સિટી બી ડિવી તથા મોરબી સિટી એ ડિવી પો.સ્ટે. ખાતે મોટરસાયકલ ચોરીના ગુના રજી. થયેલ હોય જે મળી આવેલ મજકુર ઇસમને હસ્તગત કરી તેની પાસેથી મળી આવેલ નીચેની વિગતના મોટરસાયકલ નંગ-૦૪ કિ.રૂ. ૭૩૦૦૦/- ના કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવી, પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે.
> પકડાયેલ આરોપીનું નામ સરનામુ:-
(૧) નવઘણ અમરશીભાઇ પરમાર । સલાટ ઉવ-૨૦ ધંધો- મજુરી રહે.સામખીયારી શુભમ સોસાયટી, અમીજરા હોટલ પાછળ તા. ભચાઉ જિ. કચ્છભુજ
– પકડાયેલ મુદામાલની વિગત –
(૧) બજાજ ડિસ્કવર સિલ્વર કલરનું નંબર પ્લેટ વગરનું ચેસીસનંબર MD2A15B28GRK 56025 તથા એન્જીનનંબર
JZZRGK 72404 જેની કી.રૂ.૨૫,૦૦૦ – ૮ (મોરબી સીટી બી ડીવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર. ન.૦૦૬૭/૨૦૨૩ મુજબનો ગુન્હો ડીટેકટ કરેલ છે.) (૨) એક સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું જુના જેવુ ચેસીસ નંબર (PC16C26718 છે તથા એન્જીન નંબર 7C15M33310 છે

કી.રૂ.૨૦,૦૦૦ /

(મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર. ૧,૦૦૬૮/૨૦૨૩ મુજબનો ગુન્હો ડીટેકટ કરેલ છે.) (૩) એક સ્પ્લેન્ડર પ્લસ કાળા ક્લરનું લાલ /બ્લુ પટ્ટા નંબર પ્લેટ વગરનું જેના ચેસીસ નંબર MBLHA10ALDHF05711

એન્જીન નંબર HA10E.JDHF14821 વાળુ, કી.રૂ. ૧૮,૦૦૦/- (મોરબી સીટી એ ડીવી પો સ્ટેએ પાર્ટ ગુ.ર.નં.૧૬૫૭/૨૦૨૨ મુજબનો ગુન્હો ડીટેકટ કરેલ છે.)

(૪) એક સ્પ્લેન્ડર પ્લસ સફેદ કલરનું જુના જેવુ નંબર પ્લેટ વગરનું જેનાં ચેસીસ નંબર (L16F33415 છે તથા એન્જીન નંબર 06L15E25063 વાળા છે. કી.રૂ. ૧૦,૦૦૦/- ગણી કબજે કરેલ છે. કુલ ૦૪ મો.સા.ની કુલ કિ.રૂ.૭૩,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.

> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી,એન.એચ.ચુડાસમા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા

Related posts

*પડધરીના લોહાણા સમાજ ના અગ્રણી દીપેશ કોટેચા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*ટેટોડા ગૌશાળાની વિકટ પરિસ્થિતિ અનુસંધાને ડીસા જલારામ મંદિર ખાતે યોજાઈ આપાતકાલીન મહત્વની બેઠક*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વાહન અકસ્માતના ગુન્હામા છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ જિલ્લાના ઉમરગામ ગામ ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Leave a Comment