• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: માણેકવાડા પ્રાથમિક શાળા ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ*

માણેકવાડા પ્રા.શાળા મુકામે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો.
૭૪ માં પ્રજાસતાક પર્વ નિમિત્તે માણેકવાડા પ્રા.શાળામાં કુ.જાગૃતિ ચનિયારાના વરદ હસ્તે ધવજવંદન કરવામાં આવ્યું. ગત વર્ષે ધો.૧ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરેલ તેમજ વર્ષભર વધુ હાજરી ધરાવતા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી તેમજ શાળાના તમામ બાળકોને પણ બિસ્કીટ પેકેટ અને ભેટ વિતરણ ઇનામના કાયમી દાતા શ્રી રતિલાલ પ્રાગજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપ સરપંચ) દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ શ્રી બ્રીજરાજસિંહ જાડેજાએ દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
સાંસ્કૃતિક અને દેશભક્તિના ભાવનું જાગરણ કરાવતા વિવિધ નાટકો,અભિનય ગીતો,નૃત્યો,પ્રસંગો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા,હાજર સૌ ગ્રામજનોઍ પૂર્ણ સમય હાજર રહી રૂપિયા ૬૦૦૦ જેટલી આર્થિક રાશિ બાળકોને શુભેચ્છા ભેટ તરીકે આપી સૌ બાળકોને બિરદાવ્યા.
કાર્યક્રમના અંતે સરપંચ શ્રી,વિવિધ જ્ઞાતિ આગેવાનો દ્વારા આરતી સાથે ભારતમાતા પૂજન અર્ચન કરવામાં આવ્યું.
રાષ્ટ્રભક્તિ અને સમરસતાના વાતાવરણમાં પ્રસાદ લઈ કાર્યક્રમ સંપન્ન થયો.
આ કાર્યક્રમમાં સહયોગી દાતા પરિવાર,શાળા સ્ટાફ પરિવાર તેમજ ગ્રામ યુવાનોની ટીમ દ્વારા સુંદર જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી એ આભાર દર્શન કર્યું હતું.

Related posts

*HELLO MORBI:ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મજયંતિની ઉજવણી માટે શરૂ થયેલ જોરદાર તૈયારીઓ*

editor

*HELLO MORBI: મોરબી કોંગ્રેસના આગેવાનો સામેની ફરિયાદમાં તટસ્થ તપાસની માંગ દિનેશભાઈ પરમાર સહિતના રહા ઉપસ્થિત*

editor

*મોરબી એસ પી ની પ્રસ્સનીય કામગીરી રીક્ષા ચાલકો સાથે બેઠક યોજી કાયદાકીય સમજ આપી શાંત પાડીયા*

Hello Morbi

Leave a Comment