• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન*

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન

ફક્ત દશનામ ગોસ્વામી સમાજ ના સહયોગ થી આયોજન કન્યાઓ ને કરીયાવર માં સોના ચાંદી આભૂષણો સહિત ૮૦ ચીજવસ્તુઓ ભેટ

૧૦ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે.

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ગોસ્વામી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની આગેવાની માં ગોસ્વામી સમાજ ના ૧૨માં સમૂહલગ્ન નું આયોજન તા ૧૨-૦૨-૨૦૨૩ ના રોજ મોરબી ના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્ન નું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજ ના સહયોગ થી કરવામાં આવેલ છે. આ સમૂહલગ્ન માં દીકરીઓ ને કરીયાવર માં સોના ચાંદી ના આભૂષણો થી લઈ જીવનજરૂરીઆત ની કિંમતી ૮૦ ચીજવસ્તુઓ ની ભેટ આપવામાં આવશે.આ સમૂહલગ્ન માં ૧૦ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે જેને આશીર્વાદ સવારે ૧૧ વાગ્યે પાઠવશે જેમાં સંતો મહંતો ગોસ્વામી સમાજ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહેશે.સમૂહલગ્ન ને સફળ બનાવવા પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી,ડો જયદીપપુરી, અરવિંદવન, પ્રવીણગીરી, રાજેશપુરી,સહિત કાર્યકરો ભારે જહેમત ઉઠાવી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.વધુ માં આ સમુહલગ્નમા દશનામ ગોસ્વામી સમાજને સહપરિવાર પધારવા સમિતિ તરફથી આમંત્રણ પાઠવવામા આવે છે.

Related posts

*ભાજપ શાસિત નગરપાલિકામાં છ ટકા કમિશનના કારણે ખાડામાં રોડ કે રોડમાં ખાડા: મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર સર્પાકાર રીતે ટ્રક ચલાવનાર ઇસમને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ*

editor

*HELLO MORBI:હળવદ સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત એકી સાથે બે નસબંધીનું ઓપરેશન કરતા ડો. ભૂમિ જાકાસણીયા*

editor

Leave a Comment