• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રિઝલ્ટ નો રાજા… નવયુગ… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc.ના તમામ સેમેસ્ટરમાં ટોપર માત્ર નવયુગના જ…. B.Sc Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 4 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

*રિઝલ્ટ નો રાજા… નવયુગ… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc.ના તમામ સેમેસ્ટરમાં ટોપર માત્ર નવયુગના જ…. B.Sc Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 4 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરતાં પ્રથમ ૪ સ્થાન મેળવ્યા છે.

મોરબી જિલ્લા પ્રથમ માલવત કૌશર ૯૧.૨૭%, દ્વિતીય ચૌહાણ વૈશાલી ૯૦.૩૬%, તૃતીય પાનેસરા પ્રિયાંશી ૮૯.૦૯%, ચતુર્થ બાવરવા પાયલ ૮૭.૪૫% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨ સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં ભણતા છાત્રો માટે B.Sc માં અંગ્રેજી માધ્યમ ક્ઠીન સાબિત થતું હોય છે પણ નવયુગમાં વિષયને સમજાવવાની સુગમ શૈલી અને અથાગ મહેનતથી ધાર્યુ પરિણામ મેળવી શકાય છે.
આ સાથે નવયુવ B.Sc ના દરેક સેમેસ્ટરમાં જિલ્લામાં ટોચનો નંબર પ્રાપ્ત કરતી એકમાત્ર કોલેજ છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલશ્રી ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

Related posts

*જોડીયા બાદનપર ગામ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના ઉમેદવારો માટે સેન્સ નું આયોજન કરાયું*

Hello Morbi

*HELLO MORBI: કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે*

editor

*મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છ ભારત અભિયાન તહેવાર નિમિત્તે કરવા જેન્યુન ફાઉન્ડેશન ના પ્રમુખ ની રજૂઆત*

Hello Morbi

Leave a Comment