• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસેથી ટ્રક ટ્રેઇલરમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસેથી ટ્રક ટ્રેઇલરમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી /જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર નાઓને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે, એક ટ્રેલર ના RJ-19-GE-6045 નો ચાલક પોતાના કબ્જાવાળા ટ્રેલરમાં ઇગ્લીશદારૂનો જથ્થો રાખી મોરબી તાલુકાના બેલા (રંગપર) થી ખોખરા હનુમાન રોડ તરફ જનાર છે,જે મળેલ હકીકત બાબતે પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓને જાણ કરતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા નાઓએ સદરહું મળેલ હકીકત અંગે રેઇડ કરવા સુચના કરતા મળેલ હકીકત વાળી જગ્યાએ પ્રોહી. અંગે રેઇડ કરવા જરૂરી પોલીસ સ્ટાફના માણસો સાથે હકીકતવાળી જગ્યા બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ, શ્યામ હોટલ પાસે અલગ અલગ વોચ તપાસમાં રહી ટુક ટ્રેલર નં. R-19-GE-6045 વાળાની કેબીનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મી.લી. ની ઇગ્લીશ દારૂ તથા બીયરની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૭૨ કિં.રૂ.૩૧,૨૦૦/- તથા ટ્રક ટ્રેલર ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૩૧,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ મળી આવતા પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
હેમારામ હનુમાનરામ ગોદારા જાતે જાટ ઉ.વ.રર, ધંધો-ડ્રાઇવિંગ, રહે. પાલુ ભાખરી કરના, તા સિંધરી, જી.બાડમેર, રાજસ્થાન,
કબ્જે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૮ કિં.રૂ.૨૮,૮૦૦/- તથા કિંગ ફીશર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ની કાચની કંપની શીલપેક ના ટીન નંગ-૨૪ કિં.રૂ.૨૪૦૦/- તથા ટ્રક ટ્રેલર ન. RJ-19-GE-6045 ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૧૦,૩૧,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ — પોલીસ ઇન્સપેકટર શ્રી કે.એ.વાળા તથા એ એસ.આઇ. જયદેવસિંહ
ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા રમેશભાઇ મુંધવા તથા જયદીપભાઇ પટેલ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી તથા ઋતુરાજસિંહ જાડેજા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત ની ૫૦ મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો જારીયા પરિવાર*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: ૩૦/૦૮/૨૦૨૪ ના રોજ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત*

editor

*મોરબીમાં ઓફિસમાંથી 35 બોટલ દારૂ ઝડપાયો સીટી એ-ડિવિઝન સ્ટાફે વાવડી રોડ ઉપર દરોડો પાડયો*

Hello Morbi

Leave a Comment