• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: દિપક ફાઉન્ડેશન દ્વારા સંગાથ પ્રોજેક્ટ હેઠળ સરકારી યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવા મોરબી જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો*

મોરબી તા ૩
મોરબી ખાતે દિપક ફાઉન્ડેશન દ્વારા સંગાથ પ્રોજેક્ટ હેઠળ સરકારી યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો TV અને સરકારી યોજનાનો વધુને વધુ લોકો લાભ લે તે માટે પૂરતી મદદ કરવા અંગેનો માર્ગદર્શક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં અધ્યક્ષ સ્થાનેથી મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા એ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને શરૂ કરાવ્યો હતો. અને સરકારી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ઘણી લોક ઉપયોગી યોજનાઓ છે તે દરેક લોકો પાસે પહોંચતી નથી કે તેમને આવી યોજના નું જ્ઞાન નથી. આવા લોકોમાં જાગૃતિ લાવવા અને લોકોને સરકારની યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે પ્રોજેક્ટ સંગાથ દ્વારા ગામડે ગામડે સરકારી યોજના ની જાગૃતિ અને તેમને મહત્તમ લાભ મળે તે અંગેનું કામગીરી કરવામાં આવી રહી છે. તે અંગે લોકોમાં જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં જિલ્લાના અધિકારીઓ તાલુકાના અધિકારીઓ સાથે સલગ્ન થઈને સરકારની આ યોજનાનું લોકો સુધી કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું આ પ્રોજેક્ટ સંગાથના સંચાલકોએ જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં આ વર્ષે ચાર ગામોનો સમાવેશ થયો છે અને આવતા વર્ષે ત્રણ ગામોનો સમાવેશ કરવામાં આવશે તેવું આ સેમિનારમાં કોમલ પંચાસરાએ જણાવ્યું હતું.

Related posts

*ગુમ થયેલા છે*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અઘ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી*

Hello Morbi

*HELLO MORBI:રિઝલ્ટ નો રાજા… નવયુગ… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc.ના તમામ સેમેસ્ટરમાં ટોપર માત્ર નવયુગના જ…. B.Sc Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 4 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

editor

Leave a Comment