
લાલપર ગામે આરોગ્ય કેન્દ્ર પાછળથી મળી આવેલ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં ખુનના ગુનાના આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ
મોરબી.
તા.૧૪/૧૦/૨૦૨૩
ગઇ તા.૧૨/૧૦/૨૦૨૩ ના રાતના આશરે ૨૦૪૩૦ વાગ્યાની આસપાસ લાલપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર પાછળ બાવળની કાંટ માંથી એક વણઓળખાયેલ પુરૂષની લાશ મળી આવેલાની જાહેરાત મોરબી તાલુકા પો.સ્ટે.માં આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી. મોરબીના પોલીસ સ્ટાફ વણઓળખાયેલ લાશની ઓળખ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફ દ્વારા મળી આવેલ લાશ બાબુભાઇ ઉર્ફે બાલુભાઇ નાનાભાઇ ખાટ રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી હાલ રહે. લાલપર, બસ સ્ટેન્ડતા,જી. મોરબી વાળાની ઓળખ મેળવેલ જે મરણ જનારને કોઇ અજાણયા આરોપી દ્વારા માથા તથા મોઢાના ભાગે પત્થરના ઘા મારી મારી નાખેલ હોય જે મરણજનાર એકલો જ મોરબી મુકામે રહેતો હોય અને છુટક મજુરી તથા કાગળ, પ્લાસ્ટીક વીણવાનું કામ કરતો હોય જેના વતન ખાતે તપાસ કરાવતા તેના કુટુંબી ભાઇ કનુભાઇ સુરમાભાઇ ખાટ રહે, રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી વાળાએ ફરીયાદ રજીસ્ટર કરાવેલ કે, મરણ જનાર બાબુભાઇ ઉર્ફે બાલુભાઇ નાનાભાઇ ખાટ રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી હાલ રહે. લાલપર તા.જી. મોરબી વાળો રખડતુ ભટકતું જીવન ગુજારતો હોય જેને કોઇ અગમ્ય કારણોસર કોઇ અજાણ્યા ઇસમે માથાના મોઢાના ભાગે બોથળ પદાર્થના ઘા મારી મોત નિજાવેલ બાબતેની મરણજનારના કુટુંબી ભાઇ કનુભાઇ સુરમાભાઇ ખાટ રહે. રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી વાળાએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૫૨૩૧૯૧૨ / ૨૦૨૩ ઇ.પી.કો.ક. ૩૦૨ મુજબનો ગુનો તા. ૧૩/૧૦/૨૦૨૩ ના કલાક ૨૧૮૪૫ વાગ્યે રજી. થયેલ જે ગુનાની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી. કે.એ વાળા નાઓ ચલાવે છે.
આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ શ્રી રાહુલ ત્રિપાઠી, પોલીસ અધિક્ષક મોરબીનાઓની સુચના કરતા પોલીસ અધિક્ષકશ્રી મોરબીનાઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ.શ્રી એન.એચ.ચુડાસમા, તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ.
આકામે મરણજનારની લાશ તા.૧૨/૧૦/૨૦૨૩ નારોજ રાતના ૨૦/૩૦ પહેલા મળેલ હોય જેથી બનાવ સ્થળની વિઝીટ કરી હયુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ મારફ્ટે આરોપી બાબતે તપસ કરતા હતા તે દરમ્યાન મોરબી એલ.સી.બી. સ્ટાફના માણસોને ચોકકસ બાતમીરાહે હકિકત મળેલ કે, મરણ જનાર તથા તેની સાથે રહેતો અને તેનો મિત્ર દિનેશ ખુમાન માવી રહે. હાલ રહે. લાલપર, રણુજા નળીયાના કારખાનાની મજુરીની ઓરડી, તા.જી. મોરબી મુળ રહે, મધ્યપ્રદેશ તથા અર્જુન જવરચંદ ગામર રહે. હાલ લાલપર, બસ સ્ટેન્ડમાં તા.જી. મોરબી મુળ રહે, ખુટપલા તા. સરદારપુર જી, ધાર મધ્યપ્રદેશ વાળાઓને આ બનાવ બનેલ તે પહેલા આ
ત્રણેયને એકી સાથે લાલપર સ્મશાન તરફ જતા જોયેલ હોવાની હકિકત મળેલ જે મળેલ હકિકત આધારે ઉપરોકત બન્ને ઇસમો અંગે તાત્કાલીક તપાસ કરતા બન્નેને હસ્તગત કરવામાં સફળતા મળતા જે બન્નેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી બન્નેને વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિત, આગવીઢબથી પુછપરછ કરતા બન્ને ઇસમોએ ઉપરોકત ગુનો કર્યા અંગેની કબુલાત આપતા મજકુર બન્નેને હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ના વણશોધાયેલ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં એલ.સી.બી. મોરબીને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ :-
શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી PSI શ્રી, એન.એચ.ચુડાસમા, શ્રી, કે.એચ.ભોચીયા, શ્રી.એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ કામાગીરીમાં જોડાયેલ હતા. સ્ટાફ મોરબીનાઓ
