• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લાની ઝળહળતી સિદ્ધી; ઘુંટુ પ્રાથમિક* *આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું સન્માન મળ્યું*

 

*આરોગ્ય ક્ષેત્રનું આગવું એન.ક્યુ.એ.એસ. સન્માન ઘુંટુ પી.એચ.સી.ના નામે, દર્દીઓની સેવા અને સુવિધામાં શ્રેષ્ઠ કામગીરી*બાબતો, દર્દીઓને આપવામાં આવતી સેવા, દર્દીઓમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકીંગ રાષ્ટ્રીયકક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોગ્યની સેવા તથા સુવિધા બાબતે દર્દીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા
વિવિધ ચેકલીસ્ટ પ્રમાણે ચેકીંગ બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સેવા-સુવિધાની ગુણવત્તા સંબંધિત કુલ ૯૭.૪૭ ટકા માર્ક્સ સાથે આ આરોગ્ય કેન્દ્રને એન.ક્યુ.એ.એસ. એટલે કે નેશનલ ક્વોલીટી એસ્યોરન્સનું પ્રમાણપત્ર પણ એનાયત કર્યું છે ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું આ પ્રમાણપત્ર મળ્યું છે જેથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓ અને સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલ આ સન્માન બદલ જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતા દવે તથા સમગ્ર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી જીજ્ઞેશ પંચાસરા અને ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આખી ટીમ તથા સમગ્ર જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Related posts

*રાજકોટ કોવિડ હોસ્પીટલ મા થયેલ અગ્નિકાંડ મા મૃત્યુ પામનાર મોરબી ના સ્વ. નિતીનભાઈ બદાણી ના પરિવારજનો ની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવતા શ્રી કે.ડી. બાવરવા, નિર્મિત કક્કડ, હસુભાઈ કાસુન્દ્રા તથા કીશોરભાઈ પટેલ*

Hello Morbi

*જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા દ્વારા કોવિડ કેર સેન્ટરને 51-51 હજારનું અનુદાન*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા રંગોળીમાં ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરાઈ*

editor

Leave a Comment