• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડીઅધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્ટર
ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવો
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૨૯/૦૩/૨૦૨૩ થી ૩૧/૦૩/૨૦૨૩ના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

આ માર્ગદર્શિકા અનુસાર કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તથા ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ પારિવારિક સ્નેહમિલન કેજી કોલેજ સુધીના 𝟐𝟔𝟎 વિદ્યાર્થીને શીલ્ડને શિક્ષણ કીટ આપી સન્માન કરાશે*

editor

*HELLO MORBI:ધાંગધ્રા જલારામ સેવા સમિતિ ના મંત્રી જીતુભાઈ કોટકને પૂર્વ મંત્રી આઇ કે જાડેજા એ શિલ્ડ એનાયત કરી સન્માનિત કર્યા*

editor

*પડધરી:આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભટાસણા ને જબરૂ જન સમર્થન*

Hello Morbi

Leave a Comment