
*મોરબીમાં વરસાદી પરિસ્થિતિના કારણે ૩૦ ઓગસ્ટે યોજાનાર સંકલન બેઠક મોકૂફ*
*મોરબી, તા. ૨૯ ઓગસ્ટ*
મોરબી જિલ્લામાં વરસાદી પરિસ્થિતિના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર માસે યોજાતી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક આગામી ૩૦ ઓગસ્ટે યોજાવાની હતી પરંતુ સતત વરસાદને પગલે બેઠકને હાલ પૂરતી મોકૂફ રખાઈ છે.
