• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા રામવાડી માં લોક કલ્યાણ ને પિતૃના મોક્ષાર્થ ભવ્ય શ્રીમદ ભાગવત કથા નું આયોજન*

જોડીયા રામવાડી માં લોક કલ્યાણ ને પિતૃના મોક્ષાર્થ ભવ્ય શ્રીમદ ભાગવત કથા નું આયોજન
સમસ્ત જોડીયા ગામ ના સહયોગથી શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર પરી પરિવારો દ્વારા ભવ્ય આયોજન

જોડીયા ગામે ઉદાસીન સંત કુટીર રામવાડી ખાતે ૧૦૦૮ સદગુરુ દેવશ્રી ભોલેબાબાજી ના આશીર્વાદ થી જયોતિ સ્વરૂપ બાલા હનુમાન ના યજમાન પદે દરેકજીવો ના લોક કલ્યાણ ને પિતૃના મોક્ષાર્થે સમસ્ત જોડીયા ગામ ના સહયોગથી શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર પરી કુટુંબ પરિવાર દ્વારા ગોસ્વામી હેમલપરી મગનપરી ની આગેવાની માં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નું આયોજન તા ૮ થી ૧૪ એપ્રિલ સવારે ૯ થી ૧૨ બપોરે ૩ થી ૬ કરાયું છે. આ કથા ના વક્તા અનિલપ્રસાદ તેની સુંદરવાણી માં કથાનું રસપાન કરાવી રહ્યા છે. જોડીયા ગામ સહિત આસપાસ ના ગ્રામજનો સહિત બહોળી સંખ્યા માં ભક્તજનો કથા નો લાભ લઇ રહ્યા છે.શ્રીમદ ભાગવત કથા ના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાય રહયા છે. તા ૧૫-૪ ના સવારે ૮ વાગ્યે શાંતિયજ્ઞ નું આયોજન કરાયું છે. આ કથા માં મહાપ્રસાદ રસોડા સહિતની વ્યવસ્થા માં જોડીયા લક્ષ્મીપરા પટેલ સમાજ તન મન ધન થી જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કથા માં જોડીયા જામનગર રાજકોટ મોરબી સહિત વિવિધ શહેરો ના દશનામ ગોસ્વામી સમાજ ના સંતો મહંતો ભગવા ગ્રુપ સામાજીક ને રાજકીય આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કથા માં લોકો કથા નું શ્રવણ કરી શકે ને કોઈ ને કોઈપણ જાત ની તકલીફ ન પડે તે માટે ગોસ્વામી હેમલપરી મગનપરી સતત દેખરેખ રાખી જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

Kotak Mahindra Bank to invest Rs 500 crore in Yes Bank

Admin

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે સામાજિક સમરસતા ગતિવિધિ અંતર્ગત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS: માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો*

editor

Leave a Comment