• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો*

*માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો*

*મોરબી, તા.૩૦ ઓકટોબર,*

દર વર્ષની પરંપરા મુજબ સાહિત્ય રસિકો, લેખકો, ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંકની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ રસથાળ સમો અંક માત્ર રૂ.૪૦ ની નજીવી કિંમતમાં જ સાહિત્યના સ્ટોલ્સ પર જાહેર જનતા માટે ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના માહિતી વિભાગ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરોક્ત અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દીપોત્સવી અંકમાં આપણા રાજ્યના જાણીતા કવિઓ, લેખકો, તત્વજ્ઞાનીઓ, ચિંતકો અને પ્રબુદ્ધ નાગરિકોના લખાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેમાં ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિ, લોકનૃત્યો, પર્વો, મેળાઓ, મંદિરો, શિલ્પો, ગુજરાતની અસ્મિતા, વેશભૂષા, પહેરવેશોની આકર્ષક તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબીના નાગરિકો આ અંક મેળવવા માટે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ સ્થિત રાજેશ બૂક સ્ટોર અને મયુર એજન્સી રાજકોટ ખાતે સંપર્ક સાધી શકશે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમ.ન.પા. નીયુ.સી.ડી. શાખાદ્વારાશહેરીવિસ્તારનાસખીમંડળોમાટેઆજીવિકાકેમ્પનુંઆયોજન કરાયું*

editor

*કોવિડ-૧૯ વેકસીન આપવા સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ ઘરે ઘરે સર્વે માટે ટીમો બનાવી વિગતો મેળવાશે*

Hello Morbi

*HELLO MORBI: આગામી તારીખ 30 સપ્ટેમ્બર થી 9 ઓક્ટોબર સુધી ના સમયગાળામાં યોજાનાર મોરારીબાપુની કથાના કેરીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ*

editor

Leave a Comment