• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજનકેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે*

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારશ્રીએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવામાં આવશે જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે ૩૪ , અને મદદનીશ તરીકે ૫૯ જગ્યાનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.
વાંકાનેર મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૧૮-૦૫-૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે. જે ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તારીખ ૨૫-૦૫-૨૦૨૩ના રોજ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી વાંકાનેરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદારશ્રી વાંકાનેરની યાદીમાં જણાવાયું છે.

Related posts

*રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા થયા કોરોનાથી સંક્રમિત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના પાવડયારી કેનાલ પાસે, ક્યુરા સિરામીકની દિવાલની પાછળ | જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*જોડીયા રામવાડી ખાતે સાદગી પૂર્વક હનુમાન જયંતી ની ઉજવણી કરાઇ*

Hello Morbi

Leave a Comment