• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:લખધીરપુર રોડપર આવેલ પાવર હાઉસમાથી ચોરી કરેલ મોબાઈલ તથા અન્ય 10 મોબાઇલ સાથે રીઢા ગુનેગાર અને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી ચોરી કરેલ મોબાઇલ તથા અન્ય ચોરી કરેલ મોબાઇલ ફોન નંગ-૧૦ કુલ કી.રૂ. ૩૮૫૦૦/- ના મુદામાલ સાથે રીઢા ગુનેગારને પકડી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
તા.૨૪/૦૫/૨૦૨૩
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ મોરબી જિલ્લામાં મિક્ત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના આપતા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓશ્રીએ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને મિક્ત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ માર્ગદર્શન આપતા શ્રી કે.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ. તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓ એલ.સી.બી પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના માણસો સાથે તે અંગેની કાર્યવાહી કરવા મોરબી તાલુકા વિસ્તારમાં પ્રયત્નશીલ હતા. દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે નીચે જણાવેલ ઇસમને અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧૦ સાથે પકડી પાડી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ મોરબી તાલુકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ચોરી કરીને મેળવેલ હોય જે મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરતા મોરબી તાલુકા પો.સ્ટે.ના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસમાંથી ચોરી કરેલ જે અંગે મોરબી તાલુકા પો.સ્ટે.મા એ પાર્ટ ગુ.ર.નં.૬૯૭/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી મજકુર ઇસમો પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન મળી કુલ મો.નંગ-૧૦ કિ.રૂ.૩૮૫૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી વધુ તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. હાજી અકબરભાઇ માણેક મિંયાણા ઉવ.૨૩ રહે.મોરબી-ર સો-ઓરડી રામદેવપીરના મંદિર પાસે ધનાભાઇ ચાવડાની ઓરડીમાં જી.મોરબી
૨. એજાજ ઉર્ફે ફારૂક સલીમભાઇ ભટ્ટી મિંયાણા ઉવ.૨૪ રહે.મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ ઇદમસ્જિદ પાછળ જી.મોરબી
ગુન્હાની એમ.ઓ,
આ કામે પકડાયેલ આરોપી નં-૧ ખુલ્લી ઓરડી,મકાન ખુલ્લુ રાખી સુતા હોય ત્યારે રાત્રીના સમયે ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ. ચુડાસમા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો

Related posts

*ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન પ્રમુખ બેચર ઘોડાસરા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના હળવદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન અપાયું*

editor

*HELLO MORBI:*મોરબી તાલુકાના કેરાળી ગામને Odf+ model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરાયું*

editor

Leave a Comment