• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઘાંટવડ ગામની સામાન્ય પરીવારની દીકરી અફસાના બેન સેલોત એ B.Com.78.50% સાથે કૉલેજ માં ફર્સ્ટ*

*ઘાંટવડ ગામની સામાન્ય પરીવારની દીકરી અફસાના બેન સેલોત એ B.Com.78.50% સાથે કૉલેજ માં ફર્સ્ટ*

*ઘાંટવડ ગામનું અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધારતા અફસાના બેન સેલોત*

“કદમ અસ્થિર હો તેને કદી રસ્તો જડતો નથી,ને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી” પંક્તિ મુજબ કોડીનાર તાલુકાના છેવાડાના ઘાંટવડ ગામની સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂત પુત્રી સેલોત અફસાના બેન મુસાભાઇએ સખત પરિશ્રમ કરીને કોઈ પણ જાતના કોચિંગ ક્લાસિસ વગર જાત મહેનત અને અધ્યાપકોના માર્ગદર્શનથી ચાલુ વર્ષે B.Com ફાઇનલ પરીક્ષામાં 78.57% સાથે શ્રી જે.એસ.પરમાર કૉલેજ કોડીનાર ખાતે પ્રથમ નંબર મેળવી પરીવાર,સમાજ અને સમગ્ર ઘાંટવડ ગામનું નામ રોશન કર્યું છે.
આ તકે ગામના આગેવાનો અને મુસ્લિમ સમાજના વડીલો તેમજ નીડર પત્રકાર શબીરભાઈ સેલોત તથા તેમના શિક્ષક રાજેશ કુમાર વાઢેર તથા ઘાંટવડ ગામ ના સરપંચ અબ્દુલ ભાઈ મહેતર તથા ડોકટર ઇસ્માઇલ ભાઈ સેલોત તથા યુનુસ ભાઈ સેલોત તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા દીકરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધો એવી શુભકામના પાઠવી છે. સેલોત અફસાનાબેન HSC કોમર્સમાં 96.08PR મેળવી કોમર્સમાં સ્કૂલ પ્રથમ આવી ખૂબ જ ઉજળું પરિણામ લાવી ઘાંટવડ ગામ તથા મુસ્લીમ સમાજ નું નામ રોશન કર્યું હતું

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

Related posts

*HELLO MORBI NEWS: મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિધાર્થી સન્માન સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI: ટંકારા ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની સલામતિ અર્થે સેન્સેટીવ એરિયા નો ડ્રોન ઝોન*

editor

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment