• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયાથી ગુંગણ જવાના રસ્તેથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયાથી ગુંગણ જવાના રસ્તેથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./જુગારના કવોલીટી કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ હોય અને આ ઝુંબેશ દરમ્યાન મોરબી જીલ્લામાં પ્રોહી./જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓ પોલીસ સ્ટાફ સાથે મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે નાઇટ રાઉન્ડ દરમ્યાન વાહન ચેકીંગ અંગેની કામગીરી કરતા હતા દરમ્યાન એક બોલેરો પીકઅપ વાહનનો ચાલક પોતાની બોલેરો પીકઅપ લઇ ગાળા તરફથી આવતો હોય જે પોલીસને જોઇ પોતાની બોલેરો યુ-ટર્ન વાળી નાસવા જતા તુરત જ પોલીસ સ્ટાફ સાથે તેનો પીછો કરતા મજકૂર બોલેરો વાહનનો ચાલક ગાળાથી ગુંગણ તરફ જતા રસ્તે ખેતરમાં પોતાની બોલેરો પીકઅપ રજી.નં. GJ-04-AT-3544 વાળી મુકી નાસી જતા સદરહું બોલેરો પીકઅપમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૧૪ બોટલ નંગ-૧૩૬૮ કિં.રૂ.૪,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે ભરી નીકળી ફૂલ કિં.રૂ.૭,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા નાસી જનાર બોલેરો પીકઅપ ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
1. બોલેરો પીકઅપ રજી.નં. GJ-04-AT-3544 નો ચાલક
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૧૪ જેમાં કૂલ બોટલ નંગ-૧૩૬૮ કિં.રૂ.૪,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે ભરી નીકળી બોલેરો સહિત કૂલ કિં.રૂ.૭,૮૯,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા
તથા એ.એસ.આઇ. સુરેશભાઇ ઠોરીયા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કુલદિપભાઇ કાનગડ તથા આરીફભાઇ સુમરા તથા દિપસિંહ ચૌહાણ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*જામનગર એસ.ટી ડેપોમાં સર્વિસ કરતા કર્મચારી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સંભારમ યોજાયો*

Hello Morbi

*મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન અપાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ ધામ દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૧-૮-૨૦૨૫ સોમવાર બપોર થી શરૂ*

editor

Leave a Comment